IPL 2021 ના આ 5 સ્ટાર પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં છવાઈ જવા માટે તૈયાર છે, જુઓ કોણ અપાવશે જીત

T20 World Cup 2021: હાલમાં જ પૂરી થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગનું શાનદાર સમાપન થયું. જેમાં અનેક ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું. ત્યારે આઈપીએલ 2021ના તે 5 સ્ટાર ખેલાડીઓ વિશે જાણીએ, જે પહેલી જ વાર ટી-20 વર્લ્ડ કપમાં છાપ છોડવા માટે તૈયાર છે.

IPL 2021 ના આ 5 સ્ટાર પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં છવાઈ જવા માટે તૈયાર છે, જુઓ કોણ અપાવશે જીત

નવી દિલ્લી: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપરકિંગ્સે ચોથી વખત આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો. જોકે ટી-20 વર્લ્ડ કપમાં ધોની તો રમશે નહીં પરંતુ તે ટીમ ઈન્ડિયાની સાથે મેન્ટોર તરીકે જોવા મળશે.

1. 6 અલગ-અલગ બોલ ફેંકી શકે છે વરુણ ચક્રવર્તી:
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની પાસે 6 બોલ અલગ-અલગ બોલ નાંખવાની કળા છે. તે આઈપીએલ 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. વરુણે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચમાં રમ્યો હતો પરંતુ તે ખાસ પ્રભાવ છોડી શક્યો ન હતો. 30 વર્ષીય લેગ બ્રેક બોલર વરુણે આઈપીએલ 2021માં સૌથી વધારે વિકેટ લેનાર બોલરોની યાદીમાં છઠ્ઠા સ્થાને રહ્યો. તેણે 15 મેચમાં કુલ 18 વિકેટ ઝડપી.

2. લોકેશ રાહુલે આઈપીએલ 2021માં 626 રન બનાવ્યા:
પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલે આઈપીએલ 2021ના લીગ સ્ટેજમાં સૌથી વધારે રન બનાવવામાં ત્રીજા નંબરે રહ્યો. ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસીસે પ્લે ઓફમાં શાનદાર પ્રદર્શન કરીને લોકેશ રાહુલને પાછળ છોડી દીધો. રાહુલે આઈપીએલ સિઝનમાં 600થી વધારે રન બનાવ્યા. તેણે 13 મેચમાં 626 રન બનાવ્યા. આઈસીસી ટી-20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું.

3. પંતની કેપ્ટનશીપમાં દિલ્લી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કર્યુ:
દિલ્લી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે આઈપીએલના આ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનમાં 10મો નંબર મેળવ્યો. પંતે 16 ઈનિંગ્સમાં 419 રન બનાવ્યા. પંતે દિલ્લીની ટીમને આઈપીએલ 2021માં ફ્રંટથી લીડ કરી. પંતની કેપ્ટનશીપમાં આઈપીએલ 2021માં દિલ્લી ત્રીજા નંબરે રહી. હવે પંત પહેલીવાર ટી-20 વર્લ્ડ કપ રમવાનો છે. એવામાં તેનો પ્રયાસ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવાનો રહેશે.

4. છેલ્લા સમયે ટી-20 વર્લ્ડ કપમાં શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરાયો:
પેસર શાર્દુલ ઠાકુરને ટી-20 વર્લ્ડ કપ 2021ની ટીમમાં છેલ્લા સમયે લેવામાં આવ્યો. શરૂઆતમાં સિલેક્ટર્સે શાર્દુલને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રાખ્યો હતો. પરંતુ ગયા અઠવાડિયે તેને અક્ષર પટેલની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો. શાર્દુલ આઈપીએલમાં સીએસકે ટીમનો ભાગ હતો. તેણે આ સિઝનમાં 16 મેચમાં 21 વિકેટ ઝડપી. જેમાં ફાઈનલ મેચની 3 વિકેટ છે. હવે એ જોવાનું રહેશે કે તે પોતાના પહેલા વર્લ્ડ કપમાં બેટ અને બોલથી કેવું પ્રદર્શન કરે છે.

5. કેકેઆરની સફળતા પાછળ લોકી ફર્ગ્યૂસનનો રોલ:
આઈપીએલ 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેમાં લોકી ફર્ગ્યૂસને બોલિંગમાં દમ દેખાડતાં 8 મેચમાં 13 વિકેટ લીધી. 30 વર્ષના ફર્ગ્યુસને આઈપીએલમાં 7.46ની ઈકોનોમીથી બોલિંગ કરી. તે પણ ન્યૂઝીલેન્ડ તરફથી પહેલીવાર ટી-20 વર્લ્ડ કપ રમી રહ્યો છે. ત્યારે ટીમને તેની પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news