IPL 2021: Rajasthan Royals ને વધુ એક ઝટકો, આ તોફાની બેટ્સમેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) મૂશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. આ ટીમનો વધુ એક પ્લેયર આઇપીએલ 2021 ના (IPL 2021) બીજા ફેઝથી બહાર થઈ શકે છે કેમ કે, ગત સોમવારના તેને ગંભીર ઈજા પહોંચી છે

IPL 2021: Rajasthan Royals ને વધુ એક ઝટકો, આ તોફાની બેટ્સમેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) મૂશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. આ ટીમનો વધુ એક પ્લેયર આઇપીએલ 2021 ના (IPL 2021) બીજા ફેઝથી બહાર થઈ શકે છે કેમ કે, ગત સોમવારના તેને ગંભીર ઈજા પહોંચી છે.

લિવિન્ગસ્ટોન ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ઇંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન લિયામ લિવિન્ગસ્ટોન (Liam Livingstone) કાઉન્ટી ચેમ્પિયનશિપના (County Championship) ડિવિઝન વન (Division 1) મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને દુ:ખાવાને કારણે રડવા લાગ્યો હતો.

બાઉન્ડ્રી પાસે બની ઘટના
લંકાશાયર અને વાર્વિકશાયરની (Lancashire vs Warwickshire) વચ્ચે મેચમાં લિયામ લિવિન્ગસ્ટોન (Liam Livingstone) ફિલ્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી તરફ ફાસ્ટ દોડ્યો અને ચોકો રોકવાનો પ્રયત્ન કરવામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

— krusty wants out (@charmada) August 30, 2021

ખભો તૂટી જવાની શંકા
લંકાશાયર (Lancashire) ટીમે તેમના ટ્વીટર પર આ જાણકારી શેર કરવાની સાથે લખ્યું- એવું લાગી રહ્યું છે કે, ડાઈવ લગાવી બાઉન્ડ્રી રોકવાના પ્રયત્નમાં લિયામ લિવિન્ગસ્ટોનનો (Liam Livingstone) ખભો તૂટી ગયો છે. તે મેદાનથી બહાર થઈ ગયો છે અને તેને રિચર્ડ ગ્લીસનની (Richard Gleeson) સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે.

લિવિન્ગસ્ટોનનું રમવુ મુશ્કેલ
આવી હાલતમાં લિયામ લિવિન્ગસ્ટોનનું (Liam Livingstone) આઇપીએલ 2021 (IPL 2021) રમવુ મુશ્કેલ લાગી રહ્યું છે. તે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે મોટો ઝટકો છે કેમ કે, લિયામ સારા ફોર્મમાં હતો અને યુએઈમાં શાનદાર પ્રદર્શન કરી શકતો હતો.

— Lancashire Cricket (@lancscricket) August 30, 2021

રાજસ્થાનને એક બાદ એક ઝટકા
રાજસ્થાન રોયલ્સના (RR) કેટલાક ઇંગ્લિશ ખેલાડી પહેલાથી આઇપીએલ 2021 ના (IPL 2021) બીજા ફેઝથી પોતાનું નામ પરત લઈ ચૂક્યા છે. એવામાં બેન સ્ટોક્સ (Ben Stokes), જોસ બટલર Jos Buttler), જોફ્રા આર્ચરનું (Jofra Archer) નામ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news