IPL 2020: ઓસ્ટ્રેલિયા પૂર્વ ખેલાડી બ્રેડ હેડિને આઈપીએલમાં કરી વાપસી, આ ટીમ સાથે જોડાયો
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બ્રેડ હેડિનને ટીમનો સહાયક કોચ નિયુક્ત કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમન પૂર્વ વાઇસ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન બ્રેડ હેડિન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા વાપસી કરવા જઈ રહ્યો છે. વર્ષ 2015મા વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય રહેલ હેડિન આ વખતે ખેલાડી નહીં, પરંતુ સહાયક કોચની ભૂમિકામાં જોવા મળશે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બ્રેડ હેડિનને ટીમનો સહાયક કોચ નિયુક્ત કર્યો છે. બ્રેડ હેડિન ઈંગ્લેન્ડની ટીમના કોચ ટ્રેવર બેલિસની સહાયકની ભૂમિકામાં હશે, જેઓ હાલમાં હૈદરાબાદની સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા છે. જ્યાં ટ્રેવર બેલિસે ટોમ મૂડીને રિપ્લેસ કર્યાં છે, તો બ્રેડ હેડિને સિમન હેલમોટનું સ્થાન લીધુ છે.
We welcome Brad Haddin as the Assistant Coach of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/XqEn8Y10LX
— SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019
બ્રેડ હેડિન અને ટ્રેવર બેલિસ આ પહેલા સિડની સિક્સર્સને ટાઇટલ અપાવી ચુક્યા છે. વર્ષ 2012મા બ્રેડ હેડિન જ્યાં સિડની સિક્સર્સનો કેપ્ટન હતો. તો ટ્રેવર બેલિસ ટીમના કોચ હતા. આ સિવાય આઈપીએલમાં પણ આ બંન્ને દિગ્ગજ એક ટીમનો ભાગ રહ્યાં છે. પરંતુ બ્રેડ હેડિન અને ટ્રેવર બેલિસ જુદા-જુદા પદ પર અને અલગ-અલગ સમયે આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકત્તા નાઇટ રાઇડરમાં રહ્યાં છે.
વર્ષ 2011મા કેકેઆર માટે બ્રેડ હેડિન એક સિઝનમાં આઈપીએલ રમ્યો હતો. જ્યારે 2012થી 2015 સુધી બેલિસ કેકેઆર ટીમના હેડ કોચ રહી ચુક્યા છે. બ્રેડ હેડિને આઈપીએલમાં આંતરરાષ્ટ્રીય કોચિંગના અનુભવના આધાર પર પગ મુક્યો છે. બ્રેડ હેડિન ઓસ્ટ્રેલિયાની ટીમને ફીલ્ડિંગ કોચ તરીકે બે વર્ષ સેવા આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે