IPL 2020: રોહિત શર્માની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે શિખર ધવન

રોહિત શર્મા ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે 2 અઠવાડિયા મેચ રમી શક્યો નથી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વાપસી કરી હતી.

IPL 2020: રોહિત શર્માની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે શિખર ધવન

દુબઈ: દિલ્લી કેપિટલ્સના ઓપનર શિખર ધવને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજામાંથી વાપસી કર્યા પછી લય મેળવવામાં સમય લાગે છે. તો તેમની ટીમ ગુરુવારે થનારી આઈપીએલ ક્વોલિફાયરમાં તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. રોહિત ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે 2 અઠવાડિયા સુધી રમી શક્યો ન હતો. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચમાં વાપસી કરી.

ધવને પહેલી ક્વોલિફાયરની પૂર્વ સંધ્યાએ કહ્યું કે રોહિત બહુ સારો ખેલાડી છે અને તેણે વધારે મેચ રમી નથી. આથી મને તેના લય વિશે ખબર નથી. તેનો અર્થ છે તે અમે નિશ્વિત રીતે તેનો ફાયદો ઉઠાવી શકીએ છીએ.
તેણે કહ્યું કે મારી શુભકામનાઓ તેમની સાથે છે. પરંતુ વિરોધી ટીમમાં હોવાના કારણે અમે તેનો ફાયદો ઉઠાવી શકીએ છીએ. અને અમે તે હિસાબથી પોતાની રણનીતિ બનાવીશું. રોહિતને ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. પરંતુ લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમમાં તેના જોડીદાર રહેલા ધવને કહ્યું કે તે આઈપીએલના પોતાના સારા ફોર્મને ઓસ્ટ્રેલિયામાં પણ જાળવી રાખવા માગેશે.

આઈપીએલમાં અત્યાર સુધી 14 ઈનિંગ્સમાં 525 રન બનાવનારા ધવને કહ્યું કે એકવાર જ્યારે તમે સારો સ્કોર બનાવવાનું શરૂ કરી દો તો આગામી સીરિઝમાં તે ફોર્મને ચાલુ રાખવા માગો છો. મને ઓસ્ટ્રેલિયામાં રમવું પસંદ છે. તે ક્રિકેટ રમવા માટે શાનદાર જગ્યા છે. પીચ બહુ સારી હોય છે અને મને તે બોલિંગમાં રમવામાં આનંદ આવે છે.

39 વર્ષના કેરેબિયન ધુરંધર માર્લોન સૈમુઅલ્સે ક્રિકેટને કહ્યુ અલવિદા  

તેણે કહ્યું કે આ ખાસ સીરિઝ હશે. કેમ કે ભારતીય ટીમ લાંબા સમય પછી રમશે. હું ત્યાં સારું પ્રદર્શન કરવા ઈચ્છું છું. ધવને સતત નબળા પ્રદર્શન કરી રહેલા પોતાના સાથીદાર પૃથ્વી શૉનો પક્ષ પણ લીધો. શૉએ છેલ્લી 6 મેચમાં 4,0,0,7,10, અને 9 રન બનાવ્યા.

ધવને કહ્યું કે આવું પહેલીવાર નથી થયું કે જ્યારે કોઈનું ફોર્મ સારું રહ્યું નથી. અને આવું છેલ્લી વાર પણ નહીં હોય. તેણે શાંત ચિતે રમવાની જરૂરિયાત છે. આવું દરેકની સાથે થાય છે. તે સારા ટાઈમિંગથી શૉટ લગાવી રહ્યો છે. તેણે સકારાત્મક રહીને પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવાની જરૂર છે.

ધવનને પૂછવામાં આવ્યું કે શું આ તેની આઈપીએલમાં બેસ્ટ સીઝન છે. તેણે કહ્યું કે મેં આઈપીએલમાં પહેલીવાર 500 રન બનાવ્યા થી. હું તેની પહેલાં પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યો છું. હાં, એવું પહેલીવાર થયું કે મેં 2 સદી ફટકારી અને 2 વખત શૂન્ય પર આઉટ થયો. આ મારા માટે નવું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news