યુવા ધનને બરબાદ કરવાના નેટવર્કનો પર્દાફાશ, નશીલી સીરપના જથ્થા સાથે આરોપી ઝડપાયો

નશીલી કફ સીરપના જથ્થા સાથે એક આરોપીની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ નશીલી કફ સીરપનો જથ્થો આરોપીએ પોતાના મકાનમાં રસોડામાં છુપાવ્યો હતો અને તે જથ્થો છૂટક રીતે લોકોને તથા મેડીકલ સ્ટોરમાં આપવાનો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

યુવા ધનને બરબાદ કરવાના નેટવર્કનો પર્દાફાશ, નશીલી સીરપના જથ્થા સાથે આરોપી ઝડપાયો

ઉદય રંજન/ અમદાવાદ: નશીલી કફ સીરપના જથ્થા સાથે એક આરોપીની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ નશીલી કફ સીરપનો જથ્થો આરોપીએ પોતાના મકાનમાં રસોડામાં છુપાવ્યો હતો અને તે જથ્થો છૂટક રીતે લોકોને તથા મેડીકલ સ્ટોરમાં આપવાનો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

નશાનો વેપાર કરતા આરોપીનું નામ છે વલી મહોમદ પરમાર. આરોપી તેના પરિવાર સાથે દાણીલીમડામાં રહે છે. પોલીસને બાતમી મળી કે આ શખસ પોતાના ઘરમાં નશાનો સામાન રાખે છે. જેથી પોલીસે તાત્કાલિક તેના ઘરે રેડ કરી. ઘરમાં તપાસ કરી તો રસોડામાં અનેક પુઠાના બોક્સ મળી આવ્યા. આ બોક્સમાં જોયું તો કોડેક કફ સીરપની 960 બોટલો હતી. આ બાબતે આરોપી પાસે લાયસન્સ માગતા તેની પાસે કોઈ કાયદેસરની પાસ પરમીટ નહોતી. જેથી આરોપી સામે પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી લાખો રૂપિયાની કફ સીરપનો જથ્થો કબ્જે કર્યો.

આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતાં તેણે ગેરકાયદે રાજસ્થાનથી આ માલ લાવ્યો હોવાની કબૂલાત કરી. રાજસ્થાનના છગન મારવાડી નામના વ્યક્તિ પાસેથી તે આ કફ સીરપનો જથ્થો લાવ્યો હતો. પૂર્વના અનેક વિસ્તારોમાં છૂટક વેચાણ કરવા અને અમુક મેડિકલ સ્ટોરમાં આ જથ્થો આપતો હોવાની કબૂલાત કરી. આરોપી પાસેથી પોલીસે કફ સીરપ નો 960 બોટલનો 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જોકે આગમી સમયમાં રાજસ્થાનના છગન મારવાડીની ધરપકડ બાદ અનેક ખુલાસા થવાની પણ શકયતા છે.

અગાઉ પણ અનેક વાર કફ સીરપનો જથ્થો કબ્જે કરાયો હતો. જે વ્યક્તિ ગાંજા કે અન્ય પ્રકારના નશાની લત ધરાવે તે વ્યક્તિ આ કફ સીરપનો પણ નશો કરતો હોય છે અને તે માટે જ યુવા ધનને બરબાદ કરવા આરોપી આ નશીલા પદાર્થ લાવ્યો હતો. જોકે પોલીસે તેને પકડી નશાના કારોબારને નેસતનાબુદ કરી દીધું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news