ભારત બહાર આયોજિત થઇ શકે છે IPL, આ 2 દેશ છે મેજબાનીની રેસમાં
ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝન ભારત બહાર આયોજિત કરવામાં આવી શકે છે અને તેની મેજબાનીની રેસમાં સંયુક્ત અરબ અમીરાત (UAE) અને શ્રીલંકા (Sri Lanka) સૌથી આગળ છે.
Trending Photos
નવી દિલ્હી: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝન ભારત બહાર આયોજિત કરવામાં આવી શકે છે અને તેની મેજબાનીની રેસમાં સંયુક્ત અરબ અમીરાત (UAE) અને શ્રીલંકા (Sri Lanka) સૌથી આગળ છે. તેને લઇને અંતિમ નિર્ણય ખૂબ જલદી આવશે કારણ કે બીસીસીઆઇ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર ટી-20 વર્લ્ડકપને લઇને સત્તાવાર ફેંસલાની રાહ જોઇ રહ્યા છે.
બીસીસીઆઇના એક અધિકારી આઇએએનએસએ કહ્યું કે વિચાર તો લીગને ભારતમાં કરવાની હતી પરંતુ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે જે સ્થિતિ પેદા થઇ છે તે બોર્ડને લીગને યૂએઇ અથવા શ્રીલંકા લઇ જવા માટે મજબૂર કરી શકે છે.
અધિકારીએ કહ્યું કે 'આપણે હજુ પણ જગ્યાને લઇને નિર્ણય લેવાનો છે પરંતુ આ લીગ દેશની બહાર યોજાશે તેની સંભાવના છે. ભારતમાં સ્થિતિ એવી નથી કે અહીં તમામ ટીમો એક અથવા બે સ્થળો પર આવે અને એક એવું વાતાવરણ બનાવે જે ખેલાડીઓ ઉપરાંત સામાન્ય જનતા માટે પણ ઠીક હોય. ભલે મેચ દર્શકો વિના સ્ટેડિયમમાં કેમ ન રમાઇ.
તેમણે કહ્યું કે મેજબાનીને લઇને રેસ યૂએઇ અને શ્રીલંકા વચ્ચે છે. આપણે તેના પર નિર્ણય લેવાનો છે કે ક્યાં લીગ કરવી છે અને તેના માટે ત્યાંની કોરોના વાયરસની સ્થિતિને સારી રીતે જોવી પડશે. વ્યવસ્થાને પણ જોવી પડશે, અમારે જલદી નિર્ણય લેવો પડશે. શરૂઆતમાં લીગને ભારતમાં જ કરાવવનું મન હતું, પરંતુ હાલની સ્થિતિ અનુસાર એ સ્પષ્ટ છે કે કેટલીક ટૂર્નામેન્ટને દેશની બહાર લઇ જવી પડશે. આઇએએનએસના રિપોર્ટમાં જણાવ્યું કે બીસીસીઆઇમાં નિર્ણય કરનાર લોકો ક્યાં કરવી છે તેને લઇને 3-2ના રેશિયોમાં વહેંચાયેલ છે.
(ઇનપુટ-આઇએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે