IPL 2020, KXIPvsRCB: આ પ્લેઈંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે પંજાબ અને બેંગલોર


દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને આરસીબી વચ્ચે ટૂર્નામેન્ટનો છઠ્ઠો મુકાબલો રમાશે, બંન્ને ટીમ અત્યાર સુધી આઈપીએલની ટ્રોફી જીતી શકી નથી. 
 

IPL 2020, KXIPvsRCB: આ પ્લેઈંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે પંજાબ અને બેંગલોર

દુબઈઃ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ સુપર ઓવરમાં હાર્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની ટીમ આઈપીએલ 2020  (IPL 2020)મા પોતાની બીજી મેચમાં આરસીબી (RCB) વિરુદ્ધ ગુરૂવારે અહીં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પંજાબે મયંક અગ્રવાલના 60 બોલમાં 89 રનની ઈનિંગની મદદથી 158 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. પંજાબના બાકીના બેટ્સમેન ફ્લોપ રહ્યાં પરંતુ મયંકે એક છેડો સાચવી રાખવા પોતાના દમ પર પંજાબને જીતની નજીક પહોંચાડ્યું હતું. ત્યારબાદ સુપર ઓવરમાં પંજાબે હારનો સામનો કરવો પડ્યો હતો. 

પહેલી મેચમાં ક્રિસ ગેલ બહાર રહ્યો હતો. આ મેચમાં ટીમ મેનેજમેન્ટ તેને લાવી અને મયંકને ત્રણ નંબર પર મોકલીને બેટિંગ મજબૂત કરી શકે છે. બોલિંગમાં શમી એકવાર ફરી ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. શમીએ પહેલી મેચમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

બીજીતરફ કોહલીની આગેવાની વાળી ટીમ આરસીબી પહેલી મેચમાં હૈદરાબાદને હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. આરબીસીની પોતાની કેટલીક સમસ્યાઓ છે, ખાસ કરીને ફાસ્ટ બોલિંગમાં. ડેલ સ્ટેન તથા ઉમેશ યાદવ પ્રથમ મેચમાં મોંઘા સાબિત થયા હતા. 

ફાસ્ટ બોલિંગમાં નવદીપ સૈનીએ પોતાનો પ્રભાવ છોડ્યો હતો. તો સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળવા માટે યુજવેન્દ્ર ચહલ ફરી એકવાર તૈયાર છે. તો પ્રથમવાર ઓપનિંગ કરી રહેલા દેવદત્ત પડીક્કલ અને એરોન ફિન્ચે સારી શરૂઆત અપાવી હતી. પડીક્કલે ડેબ્યૂ મેચમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. મધ્યમ ક્રમમાં ટીમની પાસે વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ છે. 

આરસીબી, સંભવિત પ્લેઇંગXI
બેટ્સમેનઃ વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, દેવદત્ત પડીક્કલ, એરોન ફિન્ચ.
બોલરઃ ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની.
ઓલરાઉન્ડરઃ મોઇન અલી.
વિકેટકીપરઃ પાર્થિવ પટેલ. 

કિંગ્સ ઇલેવન પંજાબ, સંભવિત પ્લેઇંગXI
બેટ્સમેનઃ મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, કરૂણ નાયર, ક્રિસ ગેલ.
બોલરઃ મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ, ક્રિસ જોર્ડન, કૃષ્ણપ્પા ગૌતમ, શેલ્ડન કોટ્રેલ.
ઓલરાઉન્ડરઃ ગ્લેન મેક્સવેલ
વિકેટકીપરઃ કેએલ રાહુલ (કેપ્ટન)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news