KXIP vs DC: શિખર ધવને આઈપીએલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સતત બીજી સદી


દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને યુવા પેસર અર્શદીપ સિંહની ઈનિંગની 19મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી. આ માટે તેણે 57 બોલનો સામનો કર્યો હતો. 

KXIP vs DC: શિખર ધવને આઈપીએલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સતત બીજી સદી

દુબઈઃ દિલ્હી કેપિટલ્સના ધુરંધર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને દમદાર ફોર્મ જારી રાખતા કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મંગળવારે  IPL-13ના મુકાબલામાં સદી ફટકારી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ધવન શરૂઆતથી બેજોડ ફોર્મમાં જોવા મળ્યો અને શાનદાર શોટ્સ લગાવતો રહ્યો. આ આઈપીએલમાં તેની સતત બીજી સદી છે. 

તેણે યુવા પેસર અર્શદીપ સિંહની ઈનિંગની 19મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ માટે તેણે 57 બોલનો સામનો કર્યો હતો. ધવને અર્શદીપની ઓવરના ચોથા બોલ પર બે રન દોડીને સદી પુરી કરી હતી. ધવન ઈનિંગના અંતે 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 106 રન બનાવી અણનમ રહ્યો હતો. 

આ પહેલા ધવને પાછલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ અણનમ 101 રન બનાવ્યા હતા. શિખર ધવન આઈપીએલની સતત બે મેચમાં સળંગ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 

He is the 5th player to reach the milestone and 4th Indian to achieve this feat.#Dream11IPL pic.twitter.com/ZOm1ix6ORm

— IndianPremierLeague (@IPL) October 20, 2020

આઈપીએલમાં પૂરા કર્યા 5 હજાર રન
શિખર ધવને સદી ફટકારવાની સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. તે 5 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય અને ઓવરઓલ પાંચમો ખેલાડી બની ગયો છે. આ પહેલા આઈપીએલમાં વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા અને ડેવિડ વોર્નર પાંચ હજાર રન ફટકારી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news