બિહાર ચૂંટણી પહેલા કેન્દ્રએ ચૂંટણી ખર્ચની મર્યાદામાં કર્યો 10 ટકાનો વધારો

બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પેટાચૂંટણી પહેલા લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા ચૂંટણી પંચની ભલામણ પર 10 ટકા વધારી દેવામાં આવી છે. 
 

બિહાર ચૂંટણી પહેલા કેન્દ્રએ ચૂંટણી ખર્ચની મર્યાદામાં કર્યો 10 ટકાનો વધારો

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Assembly Election 2020) અને અન્ય રાજ્યોમાં પેટાચૂંટણી (By-elections) પહેલા લોકસભા  (Lok Sabha Election) અને વિધાનસભા ચૂંટણી (Assembly Election) લડનારા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા ચૂંટણી પંચે (Election Commission)ની ભલામણ પર 10 ટકા સુધી વધારી દેવામાં આવી છે. 

લોકસભા ચૂંટણી માટે વધુમાં વધુ ખર્ચ?
કાયદા અને ન્યાય મંત્રાલયે લોકસભા ચૂંટણી લડવા દરમિયાન એક ઉમેદવાર તરફથી વધુમાં વધુ ખર્ચને 70 લાખથી વધારીને 77 લાખ રૂપિયા કરવા માટે સોમવારે નોટિફિકેશન જાહેર કર્યું હતું. નાના રાજ્યોમાં તેને 54 લાખથી વધારી 59 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

વિધાનસભા ચૂંટણી માટે ખર્ચ?
વિધાનસભા ચૂંટણી માટે આ રકમ 28 લાખથી વધારીને 30.8 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. 20 લાખ રૂપિયા ખર્ચની મર્યાદા વાળા રાજ્યોમાં 22 લાખ રૂપિયાનો વધારો થશે. 

પીએમ મોદીનો રાષ્ટ્રને સંદેશ- લૉકડાઉન ગયું છે, કોરોના નહીં, બગડવા ન દો સ્થિતિ

આ માટે લેવામાં આવ્યો નિર્ણય
આ સંશોધન આ માટે કરવામાં આવ્યું છે, જેથી સ્પર્ધામાં કોરોના વાયરસ મહામારીને કારણે આવનારી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રચાર પર વધુ ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ ચૂંટણીના નિયમોના નોટિફિકેશનમાં તેનો ઉલ્લેખ નથી આ સંશોધન કોરોના વાયરસ મહામારી વચ્ચે રમાનારી ચૂંટણી સુધી સીમિત રહેશે કે આગળ પણ યથાવત રહેશે. 

ક્યા રાજ્યોમાં કેટલો ચૂંટણી ખર્ચ?
દિલ્હી અને જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે 20 રાજ્ય વિધાનસભા અને લોકસભા માટે 30.8/77 લાખ રૂપિયાની શ્રેણીમાં આવશે. આ સિવાય આઠ રાજ્યો અને પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ મર્યાદા 22/59 લાખ રૂપિયા હશે. આ પહેલા ખર્ચની મર્યાદાને 2014ની લોકસભા ચૂંટણી પહેલા સંશોધિત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news