કોરોના વાયરસઃ સંકટમાં આઈપીએલ 2020, હવે એમેસ ધોનીની વાપસીનું શું થશે?


કોરોના વાયરસને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલને 29 માર્ચથી 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. તમામ ચર્ચાઓ વચ્ચે હાલ આઈપીએલ પર કોઈ રસ્તો બનતો જોવા મળી રહ્યો નથી. તેવામાં ધોનીની વાપસી પર પણ સંકટ જોવા મળી રહ્યું છે. 

કોરોના વાયરસઃ સંકટમાં આઈપીએલ 2020, હવે એમેસ ધોનીની વાપસીનું શું થશે?

નવી દિલ્હીઃ કોરોના મહામારી સતત પોતાના પગ જમાવી રહી છે. વિશ્વભરમાં રમતોની ટૂર્નામેન્ય રદ્દ અથવા તો સ્થગિત થઈ રહી છે. કંઇક આવુ સંકટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર જોવા મળી રહ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ ટૂર્નામેન્ટને 29 માર્ચથી 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. તમામ ચર્ચાઓ વચ્ચે હાલ આઈપીએલ પર કોઈ રસ્તો બનતો જોવા મળી રહ્યો નથી. 

જો આ ટૂર્નામેન્ય ન રમાય અને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપનું આયોજન થાય તો સવાલ ઉઠે છે કે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનું શું થશે? શું તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થશે કે નહીં? હકીકતમાં, વિશ્વભરના ક્રિકેટ ફેન્સની નજર ધોનીની વાપસી માટે આઈપીએલ પર હતી. કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે, ધોનીની વાપસી પર આઈપીએલ સુધી રાહ જોવી જોઈએ. બીજીતરફ, વીરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે ટીમમાં ફેરફારની જરૂર નથી. 

ધોની પર આવું હતું શાસ્ત્રીનું નિવેદન
શાસ્ત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'ધોની ખુદને ટીમ પર થોપતો નથી. ધોની ચોક્કસપણે આઈપીએલ રમશે. ત્યારબાદ અમે જોશું કે ધોનીનું શરીર કઈ રીતે તેનો સાથ આપી રહ્યું છે. જો તે સારૂ કરશે તો ટીમમાં વાપસી કરી શકે છે.' રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'તે નિર્ભય કરે છે કે તે ક્યારે રમવાનું શરૂ કરે છે અને આઈપીએલમાં કેવું રમશે છે. તો બીજા ખેલાડી વિકેટકીપિંગમાં શું કરી રહ્યાં છે અને ધોનીના મુકાબલે તેનું ફોર્મ શું છે. આઈપીએલ મોટી ટૂર્નામેન્ટ હશે કારણ કે તમારા લગભગ 15 ખેલાડી નક્કી થઈ ચુક્યા હશે.' કંઇક આવું નિવેદન વિરાટનું પણ હતું. 

વિશ્વકપમાં રમી હતી અંતિમ મેચ
ભારતીય ટીમ આઈસીસી વિશ્વ કપ 2019 જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ સેમિફાઇનલ મેચમાં 15 મિનિટમાં કહાની બદલી ગઈ. ધોનીના રન આઉટ થયા બાદ ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદથી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. હાલમાં ચેન્નઈમાં આયોજીત ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પ સાથે જોડાયો હતો, પરંતુ આઈપીએલ સ્થગિત થયા બાદ કેમ્પ પણ બંધ કરી દેવામાં આવ્યો અને ધોની સહિત તમામ ખેલાડી પોતાના ઘરે પરત ફરી ગયા છે. 

શાનદાર છે ધોનીનું કરિયર
ધોનીના કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 90 ટેસ્ટમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા છે. તેના નામે 6 સદી અને 33 અડધી સદી છે. વનડેમાં તેણે 350 મેચમાં 50.57ની એવરેજથી 10773 રન બનાવ્યા છે. તેમાં 10 સદી અને 73 અડધી સદી સામેલ છે. તો 98 ટી20 મેચમાં ધોનીએ 1617 રન બનાવ્યા છે. આઈપીએલમાં પણ ધોનીનું પ્રદર્શન દમદાર રહ્યું છે. તેણે 190 મુકાબલામાં 42.20ની એવરેજથી 4432 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 137.85ની રહી છે. તેણે 23 અડધી સદી ફટકારી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news