કોરોના વાયરસ સામે ગુજરાતના મોટા શહેરોમાં કેવા લેવાયા છે પગલા, જાણો અહીં

કોરોનાના કહેરમાં ધીરે ધીરે વધુ રાજ્યો સામેલ થઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. જેમાં હાલ સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રમાં છે, જ્યાં સૌથી વધુ કોરોના (Corona Virus)ના 49 કેસ પોઝીટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દરેક સ્ટેશન, દરેક એરપોર્ટ, દરેક બસ સ્ટોપ, મંદિરોમાં સૂચક પગલા લેવાઈ રહ્યાં છે. અનેક મંદિર, જાહેર સ્થળો બંધ કરાવી દેવાયા છે. ત્યારે ગુજરાતના કેટલાક શહેરોમાં કેવી છે પરિસ્થિતિ અને કેવા પગલા લેવાયા છે તેના પર એક નજર કરીએ. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરેન્ટાઈન વોર્ડ ઉભા કરી દેવાયા છે, જ્યાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા તેઓને તાત્કાલિક સારવાર આપી દેવામાં આવી રહી છે. 
કોરોના વાયરસ સામે ગુજરાતના મોટા શહેરોમાં કેવા લેવાયા છે પગલા, જાણો અહીં

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના કહેરમાં ધીરે ધીરે વધુ રાજ્યો સામેલ થઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. જેમાં હાલ સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રમાં છે, જ્યાં સૌથી વધુ કોરોના (Corona Virus)ના 49 કેસ પોઝીટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દરેક સ્ટેશન, દરેક એરપોર્ટ, દરેક બસ સ્ટોપ, મંદિરોમાં સૂચક પગલા લેવાઈ રહ્યાં છે. અનેક મંદિર, જાહેર સ્થળો બંધ કરાવી દેવાયા છે. ત્યારે ગુજરાતના કેટલાક શહેરોમાં કેવી છે પરિસ્થિતિ અને કેવા પગલા લેવાયા છે તેના પર એક નજર કરીએ. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરેન્ટાઈન વોર્ડ ઉભા કરી દેવાયા છે, જ્યાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા તેઓને તાત્કાલિક સારવાર આપી દેવામાં આવી રહી છે. 

વિધાનસભામાં મોટી હલચલ, મહેશ વસાવાની પાછળ પાછળ ગૃહ છોડીને નીકળ્યા સીએમ રૂપાણી

રાજકોટ પોલીસની સોશિયલ મીડિયા પર ફરિયાદ નોંધવાની અપીલ
કોરોના વાયરસને લઈને રાજકોટ પોલીસે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ પોલીસ દ્વારા અરજદારોને સોશિયલ મીડિયા મારફતે અરજી અથવા ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. પોલીસ સોશિયલ મીડિયાના માધ્યમથી અરજદારોનો સંપર્ક કરી તથા વીડિયો કોલિંગ મારફતે નિવેદન નોંધશે. તમામ પોલીસ સ્ટેશનોના ઇ-મેઈલ આઈડી અને ટેલિફોન નંબર જાહેર કરાયા છે. પોલીસ કમિશ્નર કચેરીએ ટોળામાં રજૂઆત કરવા ન આવવા અપીલ કરી છે. 

બાળકોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો મોટો નિર્ણય, સ્કૂલની ગાડીઓમાં CCTV કર્યા ફરજિયાત 

અમદાવાદમાં કોરોના અપડેટ
અમદાવાદમાં નવરંગપુરા સ્પોર્ટ્સ કલબ ખાતે કોરોના વાઇરસને લઈને તંત્ર સજ્જ બન્યું છે. અહીં મનપા દ્વારા 23 કવોરન્ટાઇન રૂમ બનાવવામાં આવ્યા છે. 23 રૂમ 66 જેટલા દર્દીઓ માટે અલયાદી પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરાઈ છે. 24 કલાક મેડિકલ ટીમ, નર્સિંગ ટીમ અને માર્ગદર્શન આપતી ટીમ તૈનાત કરી દેવાઈ છે. એરપોર્ટ પર કોઈ શંકાસ્પદ દર્દી મળે તો દર્દીને સીધો સ્પોર્ટ્સ કલબ લાવવામાં આવશે. 24 કલાક બાદ વાઇરસના લક્ષણ દેખાય તો દર્દીને એસવીપી અથવા અસારવા સિવિલ ખસેડવાની વ્યવસ્થા પણ કરાઈ છે. તમામ શંકાસ્પદ દર્દીને ચા-નાસ્તો, બંન્ને ટાઈમ ભોજન મફતમાં આપવાની વ્યવસ્થા પણ અહી ઉપલબ્ધ છે. દર્દીના મનોરંજન માટે ટીવી અને ચેસ રમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનું સ્ક્રીનિંગ
ભારતમાં હવે ધીરે ધીરે કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત રેલવે સ્ટેશન પર તકેદારી અને અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. રેલવે વિભાગ અને સુરત મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. ઈન્ફ્રારેડ થર્મોમીટરમાં સ્ક્રીનીંગ દરમ્યાન જો કોઈ વ્યક્તિમાં 100 સેલ્શિયસથી વધુ તાપમાન જણાઈ આવે તો શંકાસ્પદ હાલતમાં તેઓને સુરત નવી સિવિલ તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે અને રેલવેમાં આવતા તમામ યાત્રીઓને સેનેટરાઈઝ પણ કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news