IPL 2020: શું વોર્નર અપાવશે હૈદરાબાદને બીજીવાર ટ્રોફી? જાણો ટીમની તાકાત અને નબળાઇ


પ્રતિષ્ઠિત ટી20 લીગ આઈપીએલની 13મી સીઝન શરૂ થવાની છે, જેની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. પૂર્વ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદની નજર આ સીઝનમાં બીજીવખત ચેમ્પિયન બનવા પર રહેશે. તો જાણો હૈદરાબાદની ટીમની શું છે તાકાત અને નબળાઇ. 

IPL 2020: શું વોર્નર અપાવશે હૈદરાબાદને બીજીવાર ટ્રોફી? જાણો ટીમની તાકાત અને નબળાઇ

નવી દિલ્હીઃ ભારતમાં સતત વધતા કોરોનાના મામલાને જતા આઈપીએલની 13મી સીઝન આ વર્ષે યૂએઈની યજમાનીમાં રમાશે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. તો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો પ્રયાસ બીજીવખત ચેમ્પિયન બનવાનો રહેશે. 

બીજુ આઈપીએલ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે SRH
સનરાઇઝર્સ હૈદરાબાદ એક વખત ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે પરંતુ તેને હંમેશા 'અંડરડોગ' કહેવામાં છે. ટીમમાં ઘણા મોટા નામ છે અને આ વખતે તેનો પ્રયાસ આઈપીએલની 13મી સીઝનમાં 'અંડરડોગ'ના ટેગને હટાવીને બીજીવાર ટાઇટલ જીતવાનો હશે. 

જોની બેયરસ્ટો છે ઓપનિંગમાં તાકાત
ઈંગ્લેન્ડનો ઓપનર જોની બેયરસ્ટોને ઈંગ્લેન્ડની તાકાત માનવામાં આવે છે. જો તે ઓપનિંગમાં દમદાર પ્રદર્શન કરે તો ટીમને જીત અપાવી શકે છે. હાલમાં તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારૂ પ્રદર્શન કર્યુ છે, જેથી હૈદરાબાદને પણ તેની પાસે મોટી આશા રહેશે. 

બેટિંગમાં વોર્નર, વિલિયમસન, મનીષ પાંડે પર રહેશે નજર
સનરાઇઝર્સ હૈદરાબાદે આ વર્ષે વોર્નરને ફરી કેપ્ટન બનાવ્યો છે. તે બેયરસ્ટો સાથે ઓપનિંગ કરશે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પણ હૈદરાબાદની ટીમમાં છે. મનીષ પાંડે માટે પણ આ ટૂર્નામેન્ટ ખુબ મહત્વની રહેશે. તો યુવા બેટ્સમેન વિરાટ સિંહ અને પ્રિયમ ગર્ગ પાસે પણ મોટા પ્લેટફોર્મ પર પોતાને સાબિત કરવાની તક રહેલી છે. 

બોલિંગમાં બિલી અને ખલીલ આપશે મજબૂતી
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર હૈદરાબાદના બોલિંગ આક્રમણની આગેવાની કરશે. તેને સાથ આપવા માટે ખલીલ અહમદ અને બિલી સ્ટેનલેક પણ છે. તો બાસિલ થંપી, સંદીપ શર્મા અને ફેબિયન એલેન જેવા બોલર પણ ટીમ માટે મહત્વના સાબિત થઈ શકે છે. 

નંબર-1 ટી20 સ્પિનર રાશિદ ખાનનો પણ સાથ
વિશ્વનો નંબર-1 સ્પિનર અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પણ હૈદરાબાદની ટીમમાં છે. ટી20 ક્રિકેટમાં તેનું પ્રદર્શન પણ શાનદાર રહે છે. તો તે એકલા હાથે ટીમને જીત પણ અપાવી શકે છે. 

શું છે વોર્નરની ટીમની નબળાઇ
હૈદરાબાદની નબળાઇ તેના બેટ્સમેનોનું ફ્લોપ થવું છે. હકીકતમાં, પાછલી સીઝનમાં જોયું કે જ્યારે વોર્નર-બેયરસ્ટો જેવા ઓપનર ફેલ રહ્યાં તો મિડલ ઓર્ડરમાં કોઈ બેટ્સમેન ટકી શક્યો નહીં. વિલિયમસને ઘણીવાર ટીમને સંભાળી પણ તેના સિવાય અનુભવી બેટ્સમેનની ખોટ પડી હતી. 

2016મા ટીમ બની હતી ચેમ્પિયન
દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન ડેવિડ વોર્નરની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 2016મા આઈપીએલની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમ કોઈ ખાસ કમાલ કરી શકી નથી. હા, 2018મા ટીમ જરૂર ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેણે ચેન્નઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ
ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ.

આઈપીએલ 2020 માટે હૈદરાબાદનો સંપૂર્ણ કાર્યક્રમ

1 મેચ - 21 સપ્ટેમ્બર vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  - સાંજે 7.30 કલાકે

2 મેચ - 26 સપ્ટેમ્બર vs કોલકાતા નાઈટ રાઇડર્સ  - સાંજે 7.30 કલાકે

3 મેચ - 29 સપ્ટેમ્બર vs દિલ્હી કેપિટલ્સ  - સાંજે 7.30 કલાકે

4 મેચ - 2 ઓક્ટોબર vs ચેન્નઈ સુપર કિંગ્સ - સાંજે 7.30 કલાકે

5 મેચ - 4 ઓક્ટોબર vs મુંબઇ ઇન્ડિયન્સ - 3:30 વાગ્યે

6 મેચ - 8 ઓક્ટોબરના vs કિંગ્સ ઇલેવન પંજાબ - સાંજે 7.30 કલાકે

7 મેચ -  11 ઓક્ટોબર vs રાજસ્થાન રોયલ્સ  - 3:30 વાગ્યે

8 મેચ - 13 ઓક્ટોબર vsચેન્નઈ સુપર કિંગ્સ  - સાંજે 7.30 કલાકે

9 મેચ - 18 ઓક્ટોબર vs કોલકાતા નાઈટ રાઇડર્સ - બપોરે 3:30

10 મેચ - 22 ઓક્ટોબર vs રાજસ્થાન રોયલ્સ - સાંજે 7.30 કલાકે

11 મેચ - 24 ઓક્ટોબર vs કિંગ્સ ઇલેવન પંજાબ  - સાંજે 7.30 કલાકે

12 મેચ - 27 ઓક્ટોબર vs દિલ્હી કેપિટલ્સ  - સાંજે 7.30 કલાકે

13 મેચ - 31 ઓક્ટોબર vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - સાંજે 7.30 કલાકે

14 મેચ - 3 નવેમ્બર vs મુંબઇ ઇન્ડિયન્સ - સાંજે 7.30 કલાકે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news