IPL 2019: પ્રથમ જીતથી ઉત્સાહિત આરસીબી મુંબઈને તેના ઘરમાં ટક્કર આપવા ઉતરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 31માં મેચ વાનખેડે સ્ટિડયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.
Trending Photos
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઘર વાનખેડે સ્ટેડિયમમમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. ત્યારે પોતાની પ્રથમ જીતથી ઉત્સાહિત વિરાટની આરસીબી આજે (15 એપ્રિલ)એ વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે તો તેની નજર સિઝનમાં બીજી જીત મેળવવા પર હશે.
આરસીબીએ પોતાનો પ્રથમ મેચ જીતી લીધો છે તો, તેમમાં આત્મવિશ્વાસ આવી ગયો હશે. તેથી વાનખેડે સ્ટેડિયમમાં આ મુકાબલો રોમાંચક રહેશે. બીજીતરફ રાજસ્થાન રોયલ્સે મુંબઈને તેના ઘરમાં પરાજય આપ્યો હતો. બેંગલોર માટે બોલિંગ ચિંતાનો વિષય છે. ચહલ સિવાય અન્ય બોલરોએ નોંધપાત્ર યોગદાન આપ્યું નથી. ટીમમાં ડેલ સ્ટેન જોડાઇ જવાથી ટીમને ફાયદો થઈ શકે છે. મુંબઈ માટે રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે. રાજસ્થાન સામે રોહિત શર્માને સારી શરૂઆત મળી પરંતુ તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.
રાજસ્થાન સામે રોહિત શર્માએ અંતિમ ઓવર હાર્દિક પંડ્યાને આપીને ભૂલ કરી હતી. સામાન્ય રીતે તે આમ કરતો નથી. આ ઓલરાઉન્ડર વચ્ચેની ઓવરોમાં વિકેટ ઝડપી શકે છે, પરંતુ લક્ષ્યનો બચાવ કરતા તેની ગતિ કામ આવી શકતી નથી. તે આક્રમક ખેલાડી છે. પરંતુ ક્યારેક ખેલાડીને થોડું રક્ષાત્મક પણ થવું જોઈએ, જેથી તે ફરી આક્રમક થઈ શકે.
મુંબઈ અને આરસીબી વચ્ચે આ મેચ એક રોમાંચક મુકાબલો થવો જોઈએ, કારણ કે આરસીબીએ હજુ તેની પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો છે અને તે વધુ મેચ જીતવા ઈચ્છે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે