IPL 2019 Final MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ફાઇનલ ફાઇટ, જાણો કોણ છે કોના પર ભારે

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ચોથી વખચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો રમાશે. અત્યાર સુધી રમાયેલા 3 મુકાબલામાં એક વખત ચેન્નઈએ તો બે વખત મુંબઈએ મેદાન માર્યું છે. 

IPL 2019 Final MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ફાઇનલ ફાઇટ, જાણો કોણ છે કોના પર ભારે

નવી દિલ્હીઃ આઈપીએલમાં ફાઇનલ મુકાબલાનો મંચ તૈયાર થઈ ગયો છે. દિલ્હીને હરાવીને ગત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આઠમી વખત ફાઇનલમાં છે. હવે તેની ટક્કર મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. બંન્ને ટીમો પાસે ખિતાબનો ચોગ્ગો ફટકારવાની તક છે. છેલ્લી 11 સિઝનમાં બંન્ને ટીમોએ 3-3 ટાઇટલ જીત્યા છે. ફાઇનલ મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમમાં રવિવારે સાંજે 7.30 કલાકે રમાશે. 

મુંબઈ vs ચેન્નઈના ફાઇનલ મુકાબલા- રોહિતનું પલડું ભારે
આંકડાની વાત કરીએ ચેન્નઈ ટીમ રેકોર્ડ 8મી વખત ફાઇનલમાં પહોંચી છે તો મુંબઈ ઈન્ડિયન્સે 5મી વખત આ કારનામાને અંજામ આપ્યો છે. આ બંન્ને વચ્ચે અત્યાર સુધી 3 ફાઇનલ રમાઈ છે. રસપ્રદ વાત છે કે મુંબઈએ અત્યાર સુધી જે ત્રણ ટાઇટલ જીત્યા છે તેમાં બે વખત તેણે ચેન્નઈને હરાવ્યું છે, જ્યારે એક વખત ધોનીની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કેપ્ટન તરીકે રોહિતની જીત 100% રહી છે, કારણ કે મુંબઈએ જે ફાઇનલ 2010માં ગુમાવી હતી, તે સમયે ટીમના કેપ્ટન સચિન તેંડુલકર હતા. એટલું જ નહીં આ સિઝનમાં તેના વચ્ચે 3 મેચ રમાઇ છે અને ત્રણેયમાં રોહિતની ટીમનો વિજય થયો છે. 

વર્ષ વિજેતા સ્થળ
2010 22 રનથી ચેન્નઈ જીત્યું મુંબઈ
2013 23 રનથી મુંબઈ જીત્યું કોલકત્તા
2015 41 રનથી મુંબઈનો વિજય કોલકત્તા

આગેવાનીઃ રોહિત શર્મા vs એમએસ ધોની
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીમાં ઘણી સમાનતાઓ છે. સૌથી મોટી સમાનતા છે તેનો વ્યવસ્થિત પ્રકૃતિ અને પોતાની ભાવનાઓ પર કાબુ. આ બંન્ને ખેલાડીઓ મેદાન પર ઓછા ગુસ્સે થાય છે. રસપ્રદ વાત છે કે બંન્ને કેપ્ટન ટીમમાં ફેરફાર ઓછા કરે છે. તે દર્શાવે છે કે તેને ખેલાડીઓ પર વિશ્વાસ કેટલો છે. ધોની જ્યાં રણનીતિમાં માહિર છે તો રોહિતની પાસે મેન્ટોર સચિન તેંડુલકર અને કોચ માહેલા જયવર્ધને જેવા દિગ્ગજોનો સતત સ્પોર્ટ મળે છે. 

બંન્ને ટીમોની સ્ટ્રેન્થ
મુંબઈ ઈન્ડિયન્સ
બેટિંગ- આઈપીએલની એકમાત્ર એવી ટીમ છે, જેમાં લગભગ બધા વિશ્વાસ પાત્ર છે. ઓપનર રોહિત શર્મા અને ક્વિન્ટન ડિ કોક જ્યાં સિઝનમાં સારૂ કરી રહ્યાં છે તો મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા કોઈબણ બોલર પર હાવી થવાનો દમ રાખે છે. સૌથી વધુ રોચક વાત છે કે મુંબઈમાં તમામ બેટ્સમેન હાર્ડ હિટર છે, પરંતુ મેચની સિચુએશન પ્રમાણે બેટિંગ કરી શકે છે. 

બોલિંગ- ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ (17 વિકેટ), લસિથ મલિંગા (15 વિકેટ) અને હાર્દિક પંડ્યા (14 વિકેટ) ગજબના ફોર્મમાં છે. જ્યાં મલિંગા આજે પણ વિપક્ષી બેટ્સમેનોને મોટો પડકાર આપી રહ્યો છે તો બુમરાહને હાલના સમયમાં સૌથી શાનદાર બોલર કહેવામાં આવે છે. રાહુલ ચહર (12 વિકેટ) અને ક્રુણાલ પંડ્યા (11 વિકેટ)એ મહત્વની તક પર વિકેટ ઝડપી છે. 

ચેન્નઈ સુપર કિંગ્સ
બેટિંગ- ટીમમાં શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડૂ અને એમએસ ધોની જેવા ખેલાડી છે, જે ન માત્ર અનુભવી છે, પરંતુ મેચ પલટી દેવામાં પણ સક્ષમ છે. લોઅર ઓર્ડરમાં જાડેજા અને બ્રાવો જેવા હિટર પણ છે. 

બોલિંગ- ટીમનો ફાસ્ટ બોલર દીપક ચહર સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તેને શાર્દુલ ઠાકુરનો સ્પોર્ટ મળે તો ચેન્નઈની વાત બની શકે છે. બીજીતરફ ચેન્નઈનો સ્પિન એટેક મજબૂત પક્ષ છે. હરભજન સિંહ જે પહેલા મુંબઈ માટે રમતો હતો, તેનાથી વધુ રોહિતની આગેવાનીની નબળાઇ લગભગ કોઈને ખબર હશે. તાહિર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આ સિઝનમાં 24 વિકેટ ઝડપી છે. 

બંન્ને ટીમોનું આઈપીએલમાં પ્રદર્શન

વર્ષ ચેન્નઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ
2008 રનર-અપ લીગ સ્ટેજ
2009 સેમીફાઇનલ લીગ સ્ટેજ
2010 વિજેતા રનર-અપ
2011 વિજેતા પ્લેઓફ
2012 રનર-અપ પ્લેઓફ
2013 રનર-અપ વિજેતા
2014 પ્લેઓફ પ્લેઓફ
2015 રનર-અપ વિજેતા
2016 ન રમી (સસ્પેન્ડ) લીગ સ્ટેજ
2017 ન રમી (સસ્પેન્ડ) વિજેતા
2018 ચેેમ્પિયન લીગ સ્ટેજ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news