INDvsAUS: વિરાટ કોહલીએ પિંક ટેસ્ટમાં આમ કર્યું સમર્થન, જાણો શું છે તે
દર વર્ષે સિડનીમાં યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચ પિંક ટેસ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. તે માટે મેદાન માં વધુમાં વધુ ગુલાબી રંગનો ઉપયોગ થાય છે.
Trending Photos
સિડનીઃ ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંતિમ ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યો છે. આ વર્ષ 2019નો પ્રથમ મેચ છે. આ મેચમાં મળેલી રકમ ગ્લેન મૈક્ગ્રા ફાઉન્ડેશનને આપવામાં આવે છે. જે સ્તન કેન્સર પીડિતોની મદદ કરે છે. દર વર્ષે આ મેદાન પર યોજાનાગા પ્રથમ મેચમાં મેદાન પર વધુમાં વધુ ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ વખતે બાઉન્ડ્રી, સ્ટંમ્સ તમામ ગુલાબી રંગના છે. વિરાટ કોહલીએ પણ પોતાના ખાસ અંદાજમાં પિંક ટેસ્ટને સેલિબ્રેટ કરી અને તે મેદાન પર કેટલિક ગુલાબી વસ્તુ સાથે જોવા મળ્યો હતો.
આ કારણે કહેવામાં આવે છે પિંક ટેસ્ટ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને ન્યૂ સાઉથ વેલ્સના ગ્લેન મૈક્ગ્રાની પત્ની જેન મૈક્ગ્રાનું મોત સ્તન કેન્સરને કારણે થયું હતું. આ ટેસ્ટ મેચમાં ભેગી થયેલી રકમને ગ્લેન મૈક્ગ્રા ફાઉન્ડેશનને આપવામાં આવે છે. ગ્લેન મૈક્ગ્રા ફાઉન્ડેશન એક સંસ્થા છે જે ઓસ્ટ્રેલિયામાં સ્તન કેન્દ્ર પ્રત્યે લોકોને જાગરૂત કરવાની સાથે સાથે શિક્ષા માટે પણ કામ કરે છે. આ સંસ્થા દેશભરમાં બ્રેસ્ટ કેયર નર્સોને રાખવા માટે પૈસા ભેગા કરે છે અને લોકોમાં આ બીમારી વિશે જાગરૂતતા પણ વધારે છે. આ ફાઉન્ડેશન માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડને નવા વર્ષો યોજાનારા પ્રથમ મેચમાં દરેક વખતે ગુલાબી રંગમાં રંગી દેવામાં આવે છે.
વિરાટ પણ દેખાયો ગુલાબી રંગમાં
વિરાટ કોહલી આ મેચમાં ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડ્યા બાદ મેદાનમાં આવ્યો તો તેના બેટનું રબર અને ગલ્બ્સ ગુલાબી રંગના હતા. તેના બેટનો આગળનો લોગો પણ ગુલાબી કલરનો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.
ગુલાબી રંગના વધુ ઉપયોગથી તેને પિંક ટેસ્ટ પણ કહેવામાં આવે છે. સિડનીમાં પિંક ટેસ્ટ પ્રથમવાર 2009મા રમાયો હતો. પ્રથમવાર આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ યોજાયો હતો. ત્યારબાદ આ પ્રથા સતત ચાલતી આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારો આ સિડની ટેસ્ટ 11મો પિંક ટેસ્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે