સામાન્ય તેજી સાથે બજાર ખુલ્યું, સેન્સેક્સમાં 42 પોઈન્ટનો ઉછાળો

ગુરૂવારે શેરબજારમં સામાન્ય તેજી સાથે શેર બજાર ખુલ્યું હતું. બીએસઇના 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 2.98 પોઈન્ટની તેજી સાથે 35,934.50 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 4.3 પોઈન્ટના ઉછાળા સાથે 10,796.80 ખુલ્યો. 
સામાન્ય તેજી સાથે બજાર ખુલ્યું, સેન્સેક્સમાં 42 પોઈન્ટનો ઉછાળો

મુંબઇ: ગુરૂવારે શેરબજારમં સામાન્ય તેજી સાથે શેર બજાર ખુલ્યું હતું. બીએસઇના 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 2.98 પોઈન્ટની તેજી સાથે 35,934.50 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 4.3 પોઈન્ટના ઉછાળા સાથે 10,796.80 ખુલ્યો. 

ભારતીય શેર બજાર (STOCK MARKET) માં બુધવારે 1 ટકાનો ઘટાડો નોંધાયો, જેથી પાંચ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગઇ છે. જોકે ચીનમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ (PMI) ડેટાથી સુસ્તીના સંકેત મળ્યા છે. દુનિયાની બીજી મોટી ઇકોનોમી (ECONOMY) સુસ્ત પડવાની આશંકાની અસર બુધવારે ભારત સહિત એશિયાઇ બજાર પર જોવા મળી. ડિસેમ્બરમાં જીએસટી (GST) કલેક્શન અને નબળા ઓટોમોબાઇલ સેલ્સ ડેટાથી પણ દલાલ સ્ટ્રીટ પર ઉદાસી છવાયેલી રહી. 

બીએસઇ (BSE)ના બેંચમાર્ક ઈંડેક્સ સેન્સેક્સ (SENSEX) 363 પોઈન્ટ એટલે કે 1 ટકાના ઘટાડા સાથે 35,891.52 અને એનએસઇ (NSE) ના બેંચમાર્ક ઈડેક્સ નિફ્ટી 117.60 પોઈન્ટ એટલે કે 1.1 નીચે 10,792.50 બંધ થયો. એક્સચેંજોના અસ્થાયી ડેટા અનુસાર વિદેશી પોર્ટેફોલિયો રોકાણકારોએ બુધવારે 621 કરોડ રૂપિયાના શેર વેચ્યા. તો બીજી તરફ મ્યૂચુઅલ ફંડ (MUTUAL FUND) અને ઇંશ્યોરન્સ (INSURANCE) કંપનીઓ જેમ કે ડોમેસ્ટિક ઈંસ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટસ્ટર્સે પણ વેચાવલી કરી. તેમણે 226 કરોડ રૂપિયા બજારમાંથી કાઢ્યા.  

વેદાંતા અને ટાટા સ્ટીલનું પ્રદર્શન સેન્સેક્સમાં સામેલ 30 સ્ટોક્સમાં સૌથી ખરાબ રહ્યું. વિદેશી બ્રોકરેજ ફર્મ સીએલએસએના ડાઉનગ્રેડ કર્યા બાદ આ બંનેમાં 4 ટકાથી વધુ ઘટાડો આવ્યો. બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે ચીનમાંથી ડિમાંડમાં ઘટાડાના અનુમાન જોતાં તેણે આ પગલું ભર્યું છે. મહિંદ્વા એન્ડ મહિંદ્વા ડિસેમ્બર મહિનામાં નબળા વેચાણના લીધે સતત બીજો દિવસે ઘટાડો થયો. ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, હીરો મોટોકોર્પ અને બજાજ ઓટોમાં પણ 1-3 ટકાની નબળાઇ આવી. બીજી તરફ એશિયાઇ બજારોમાં હોંગકોંગના ઈંડેક્સ હેંગસેંગ (HENGSENG) સૌથી વધુ ઘટ્યા. 

ચીનમાં ડિસેમ્બરના મેન્યુફેક્ચરિંગ પરચેજિંગ મેનેજર્સ ઈંડેક્સ 49.7 સુધી ઘટ્યો, જો નવેમ્બરમાં 50.2 પર હતો. માર્કેટ એક્સપર્ટ્સને લાગી રહ્યું છે કે ગ્લોબલ ઇશ્યૂઝની અસર બજાર પર જોવા મળી. ચીન અને અમેરિકાની વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ટેરિફને લઇને વિવાદ ચાલી રહ્યો છે, જેથી ગ્લોબલ માર્કેટ સેંટીમેંટ પ્રભાવિત થયું છે. 

બીજી તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ટકરાવના લીધે પાર્શિયલ ગવર્નમેંટ શટડાઉન (SHUTDOWN) ની સમસ્યા ઉભી થઇ ગઇ છે. ગ્લોબલ મુદ્દાઓની અસર વર્ષના શરૂઆતના ત્રણ મહિનાઓમાં શેર બજાર પર રહેશે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી પર બજારની નજર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news