INDvAUS: સિડનીમાં જીતનો પ્લાન, ભારતના આ 'પાંડવ' ઓસ્ટ્રેલિયા પર પડશે ભારે
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સિડની ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે. તેવામાં પ્રવાસી ટીમના કેટલાક ખેલાડીઓ પર દારોમદાર રહેશે જેણે મેલબોર્ન ટેસ્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Trending Photos
મેલબોર્નઃ ભારતીય ટીમે મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે બંન્ને ટીમો વચ્ચે સિડનીમાં ટક્કર થશે. 3 જાન્યુઆરીથી શરૂ થનારા આ ટેસ્ટ મેચ માટે વિરાટ કોહલીએ પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે. ટીમ ઈન્ડિયા સિડની ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે.
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે પોતાનો 150મો ટેસ્ટ મેચ જીત્યો છે. વિરાટે વિદેશની ધરતી પર 11મો ટેસ્ટ જીત્યો અને હવે તે આ રેકોર્ડમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સાથે સંયુક્ત રીતે આ યાદીમાં સામેલ છે. આશા છે કે તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઈતિહાસ નોંધાવશે અને ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ થશે. તે માટે ટીમના 5 ખેલાડીઓ પર ખાસ દારોમદાર રહશે જેણે મેલબોર્ન ટેસ્ટમાં જીતની મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચેતેશ્વર પૂજારા
અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પર તમામની નજર રહેશે. ખાસ વાત છે કે, તેણે સિરીઝના બે ટેસ્ટ મેચોમાં સદી ફટકારી અને બંન્ને મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય તયો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા પૂજારાએ મેલબોર્નમાં 319 બોલ પર 106 રનની ધૈર્યપૂર્ણ ઈનિંગ રમી અને આશા છે કે, તે સિડનીમાં લય યથાવત રાખશે. તેણે એલિડેડ ટેસ્ટમાં 123 રન ફટકાર્યા હતા. અત્યાર સુધી તે આ સિરીઝમાં ટોપ સ્કોરર છે.
જસપ્રીત બુમરાહ
મેલબોર્નની ડેડ પિચ ત્યારે જીવંત થઈ ગઈ જ્યારે યુવા પેસર જસપ્રીત બુમરાહે બોલિંગ કરી. બુમરાહે મેચમાં 86 રન આપીને કુલ 9 વિકેટ ઝડપી હતી. આ ઓસ્ટ્રેલિયાની જમીન પર કોઈપણ ભારતીય ફાસ્ટર દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટેસ્ટ ક્રિકેટમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને આ કારણ છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ કહ્યું કે, તે બુમરાહનો સામનો કરવા ઈચ્છશે નહીં.
મયંક અગ્રવાલ
ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં મયંકે ટેસ્ટ પર્દાપણ કરવા માટે વધુ રાહ જોવી પડી હતી પરંતુ તેણે આ તકનો લાભ ઉઠાવ્યો હતો. મયંકે પ્રથમ ઈનિંગમાં 76 અને બીજી ઈનિંગમાં 42 રન બનાવ્યા હતા. મયંક પાસેથી આશા રાખવામાં આવી રહી છે કે, તે સિડનીમાં પણ પોતાનું ફોર્મ જારી રાખતા એક શાનદાર ઈનિંગ રમશે.
રવિન્દ્ર જાડેજા
આ ઓલરાઉન્ડર પોતાની ફિટનેસ સમસ્યા છતાં મેચાન પર 100 ટકા યોગદાન આપ્યું હતું. તેણે 5 વિકેટ ઝડપી અને પેસર્સને રોટેટ કરવાની વિરાટ કોહલીની રણનીતિને યોગ્ય સાબિત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, સિડનીની પિચ સ્પિનરો માટે અનુકૂળ રહેશે અને તેવામાં જાડેજા ફરી એકવાર વિનિંગ ફેક્ટર સાબિત થઈ શકે છે.
રિષભ પંત
યુવા વિકેટકીપર રિષભ પંતે આ સિરીઝમાં અત્યાર સુધી 20 બેટ્સમેનોને પેવેલિયન મોકલવામાં યોગદાન આપ્યું છે, તે કોઈપણ ભારતીય વિકેટકીપર દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન છે. રસપ્રદ વાત છે કે, તેણે તમામ કેચ કર્યા છે. પંત બેટથી પણ સારૂ યોગદાન આપી રહ્યો છે અને તેણે બંન્ને ઈનિંગમાં 30-30 રન બનાવ્યા હતા. તેવામાં આશા છે કે, તે સિડનીમાં ટીમને મજબૂતી આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે