આગામી વર્ષે યોજાનારા વિશ્વકપમાં એશિયાની સૌથી મોટી આશા છે ભારતઃ વસીમ અકરમ
એશિયા કપ 2018 પર ટીમ ઈન્ડિયાના વિજય પર વસીમ અકરમનું કહેવું છે કે ભારતમાં ક્રિકેટનો માહોલ સારો છે જેના કારણે ટીમ ઈન્ડિયાને ફાયદો મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ એશિયા કપ 2018માં ભારતના વિજય બાદ વસીમ અકરમે કહ્યું કે, આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપમાં ભારત એશિયાની સૌથી મોટી આશા છે. આ સાથે ભારતમાં ક્રિકેટનો સારો માહોલ છે જેનો ટીમને ફાયદો મળે છે.
વસીમ અકરમે કહ્યું કે, આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજનારા વિશ્વકપમાં ભારત એશિયાની સૌથી મોટી આશા છે. અકરમે તે માટે ભારતની તોફાની બેટિંગ અને બોલિંગનું કારણ ગણાવ્યું છે.
એએફપી સાથે વાત કરતા વસીમે કહ્યું કે, ભારતે સાબિત કર્યું કે તે કોઈપણ એશિયન ટીમ કરતા ઘણી આગળ છે.
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમે અપરાજીત રહેતા એશિયા કપ ફાઇનલમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. ટીમ ઈન્ડિયા વિરાટની ગેરહાજરીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પરંતુ ભારતના પાડોસી દેશ પાકિસ્તાનનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં નિરાશાજનક રહ્યું હતું. જેના કારણે તેના વતનમાં રમતને લઈને ચર્ચા છે. બંન્ને દેશના પ્રદર્શનની તુલના કરતા વસીમ અકરમે કહ્યું, તેને રમવા માટે હંમેશા સારો માહોલ મળે છે. તેની સિસ્ટમમાં પણ પૈસા રોકવામાં આવે છે. તેમની પાસે નાણાકિય ફાયદાની તક વધુ હોય છે.
ભારતીય ક્રિકેટના સુધાર માટે કારણો ગણાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે તે આશા વ્યક્ત કરી કે, પાકિસ્તાનની ટીમ વિશ્વકપ પહેલા વાપસી કરશે.
તેમણે કહ્યું, વિશ્વકપના 8 મહિના પહેલા અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ મને વિશ્વાસ છે કે પાકિસ્તાન વાપસી કરશે. પરંતુ તેણે બોલિંગ અને બેટિંગ બંન્ને પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે