ODI World Cup: ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજય શંકરને ચોથા ક્રમે ઉતારી શકે છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોનું માનીએ તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તમિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરને આગામી વિશ્વકપમાં ચોથા ક્રમે અજમાવી શકે છે. 
 

 ODI World Cup: ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજય શંકરને ચોથા ક્રમે ઉતારી શકે છે

નવી દિલ્હીઃ વિશ્વકપની ટીમને લઈને ઘણા ચોંકાવનારા નિર્ણય લેવાતા રહ્યાં છે અને  આ ક્રમમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તમિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરને આગામી ટૂર્નામેન્ટમાં ચોથા ક્રમ પર અજમાવી શકે છે. આ પહેલા પણ 2003 વિશ્વકપમાં ભારતીય ટીમે દિગ્ગજ વીવીએસ લક્ષ્મણની જગ્યાએ દિનેશ મોંગિયાને તક આપી હતી જે સ્પિન બોલિંગ કરનાર ઓલરાઉન્ડર ખેલાડી હતો. ભારતમાં 2011માં યોજાયેલા વિશ્વકપમાં યુવરાજ સિંહે 5માં બોલરની ભૂમિલા નિભાવી અને ટૂર્નામેન્ટમાં 15 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. 

શંકરને મળી રહ્યો છે રાયડૂનો પડકાર
ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય બેટિંગ ક્રમમાં ચોથા સ્થાન પર કોન ઉતરશે તે હજુ નક્કી નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રથમ ત્રણ સપ્તાહમાં લગભગ તેના પરથી પડદો ઉઠી જશે. વિશ્વકપ માટે ટીમની જાહેરાત 15 થી 20 એપ્રિલ વચ્ચે થઈ શકે છે. પરંતુ તે જાણવા મળ્યું છે કે, ભરતીય ટીમ મેનેજમેન્ટ શંકરની ટેકનિકથી સંતુષ્ટ છે અને તેનાથી પણ જરૂરી વાત એ છે કે, તે દવાબની સ્થિતિ પણ સહન કરી શકે છે. આ નંબર પર બેટિંગ માટે શંકરને સૌથી વધુ પડકાર રાયડૂનો મળશે. 

ફોર્મમાં નથી રાયડૂ
રાયડૂની વનડેમાં એવરેજ 47થી વધુ છે, પરંતુ તે લયમાં નથી. ટીમ સાથે જોડાયેલા એક સૂત્રએ મંગળવારે રહ્યું, તે વાત ચોક્કસ છે કે રાયડૂએ વેલિંગ્ટનમાં 90 રનની ઈનિંગ રમ્યા બાદ પણ તે પ્રકારનું પ્રદર્શન નથી કર્યું જેમાં તેના પર વિશ્વાસ કરી શકાય. જો તે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરે તો તેને તક મળી શકે છે. પરંતુ તેના વિશે સામાન્ય ધારણા છે કે, જે પણ મોટી ઈનિંગ રમી છે તેમાં વધુ પડતી નબળી બોલિંગ વિરુદ્ધ છે. 

કેમ શંકર હોઈ શકે છે સારો વિકલ્પ
શંકરની સાથે ફાયદાની વાત છે કે, તે ગમે ત્યારે મોટો શોટ રમી શકે છે અને ઓછામાં ઓછી પાંચ ઓવર બોલિંગ કરી શકે છે. તેણે કહ્યું, શંકરને ટીમમાં સામેલ કરવાને લઈને બે પ્રકારે જોઈ શકાય છે. ફાયદાની વાત તે છે કે, તે સ્ટ્રાઇક રોટેટ કરવાની સાથે મોટા શોટ રમવા સક્ષમ છે. વેટિંગ્ટનમાં તેણે દેખાડ્યું કે, સ્વિંગ બોલિંગનો પણ સારી રીતે સામનો કરી શકે છે. જે વાત તેની વિરુદ્ધ છે કે, તેણે માત્ર 9 વનડે મેચ રમી છે. 

પંડ્યાનો રોલ શું હશે
હાર્દિક પંડ્યા ટીમમાં 7માં ક્રમ પર બેટિંગ કરશે અને 5માં બોલરનો કોટા તેની સાથે શંકર અને કેદાર જાધવે પૂરો કરવો પડશે. કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ બાદ કહ્યું હતું, ટીમ સંયોજન અમે લગભગ નક્કી કરી લીધું છે. વિશ્વકપ દરમિયાન પરિસ્થિતિ પ્રમાણે એક થી બે ફેરફાર કરી શકાય છે. તેને છોડીને ટૂર્નામેન્ટમાં અમારૂ અંતિમ ઇલેવનને લઈને મંતવ્ય સ્પષ્ટ છે. માત્ર એક સ્થાન છે જેના પર ચર્ચા કરવાની છે પરંતુ ટીમના રૂપમાં અમે સંતુલિત છીએ. 

ગાંગુલી-પોન્ટિંગની છે આ સલાહ
એક વિકલ્પ તે પણ હોઈ શકે કે કોહલી ચોથા ક્રમે બેટિંગ કરે અને લોકેશ રાહુલ ત્રીજા સ્થાન પર આવો જેમ ભારતીય ટીમે મોહાલી વનડેમાં કર્યું હતું. વિશ્વ ક્રિકેટના મહાનતમ કેપ્ટનોમાં સામેલ રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલીએ રિષભ પંતને ભારતની વિશ્વકપની ટીમમાં ચોથા નંબરના બેટ્સમેનના રૂપમાં સામેલ કરવાની સલાહ આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news