IPL 2019: રાજસ્થાનની સામે કેકેઆરના બેટ્સમેનોને રોકવાનો પડકાર
રાજસ્થાન રોયલ્સની સામે મજબૂત નજર આવી રહેલી કોલકત્તા નાઇટ રાઇડર્સનો મજબૂત પડકાર હશે. કેકેઆરની ટીમે શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને રોમાંચક મુકાબલામાં હરાવ્યું હતું.
Trending Photos
જયપુરઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ઈન્ડિયન સુપર લીગની હાલની સિઝનમાં પ્રથમ જીત મેળવી આત્મવિશ્વાસથી ભરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ રવિવાર (7 માર્ચ)એ જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વિરુદ્ધ પોતાના હોમગ્રાઉન્ડમાં ઉતરશે તો તેની સામે આંદ્રે રસેલ, નીતીશ રાણા, રોબિન ઉથપ્પા અને શુભમન ગિલ જેવા લયમાં ચાલી રહેલા બેટ્સમેનોને રોકવાનો પડકાર હશે.
જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ અને બેન સ્ટોક્સ જેવા બોલરોએ ટૂર્નામેન્ટમાં અંતિમ ઓવરોમાં અત્યાર સુધી ઘણા રન આપ્યા છે. તેવામાં રોયલ ચેલેન્જરસ બેંગલોર વિરુદ્ધ શુક્રવારે પાવર હિટિંગનો શાનદાર નમૂનો રજૂ કરનાર આંદ્રે રસલ (13 બોલમાં 48 અણનમ)ને રોકવાની રણનીતિ પર વિચાર કરવો પડશે.
રાજસ્થાન માટે સૌથી મોટું સકારાત્મક પાસું શ્રેયસ ગોપાલ રહ્યો છે, જેણે પોતાની ગુગલીથી વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને શિમરોન હેટમેયરને આઉટ કરીને ચાર ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
બેંગલુર વિરુદ્ધ જીત મેળવ્યા બાદ પણ રાજસ્થાન ટીમમાં ઘણી નબળાઇ છે જેમાં તેણે સુધાર કરવો પડશે. કિંગ્સ ઈલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આ ટીમે સારી સ્થિતિમાં હોવા છતાં પણ મેચ ગુમાવી છે.
સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક્સ જેવા ટીમના સ્ટાર ખેલાડી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. આ આઈપીએલની પ્રથમ સદી ફટકારનાર સંજૂ સૈમસન, જોસ બટલર અને કેપ્ટન અંજ્કિય રહાણેએ સારી બેટિંગ કરી છે.
સુનીલ નરેન, કુલદીપ યાદવ અને પીષૂય ચાવલાની આગેવાનીમાં કેકેઆરનો બોલિંગ વિભાગ અહીં સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં વિકેટનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. આ પિચ પર બોલ સ્પિન થયો છે અને નીચો રહ્યો છે. બેટ્સમેનોની શાનદાર લયના દમ પર કેકેઆર તે વિશ્વાસની સાથે મુકાબલામાં ઉતરશે કે તેની ટીમ કોઈપણ સ્થિતિમાં જીતી શકે છે. બંન્ને ટીમોએ પરંતુ ગુલાબી નગરીમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે ભીષણ ગરમીનો પડકારનો સામનો કરવો પડશે. આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે