CAની 'ટેસ્ટ ટીમ ઓફ ધ યર'માં કોહલી-બુમરાહ, વનડેમાં રોહિત સહિત 4 ભારતીય

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સોમવારે અહીં જાહેર થયેલી પોતાની વર્ષની ટેસ્ટ ટીમમાં જગ્યા આપી છે. જ્યારે વનડે ટીમમાં ભારતના ચાર ખેલાડીઓ સામેલ છે. વિરાટને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્માને ઓપનર તરીકે રાખવામાં આવ્યો છે. 
 

CAની 'ટેસ્ટ ટીમ ઓફ ધ યર'માં કોહલી-બુમરાહ, વનડેમાં રોહિત સહિત 4 ભારતીય

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સોમવારે અહીં જાહેર કરાયેલી પોતાની વર્ષની ટેસ્ટ ટીમમાં જગ્યા આપી છે, જ્યારે વનડે ટીમમાં વિરાટ અને રોહિત શર્મા સહિત 4 ભારતીય ક્રિકેટર સામેલ છે. નાથન લાયન ટેસ્ટ ટીમમાં સામેલ એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. લાયન અને ભારતીય ખેલાડી સિવાય આ ટીમમાં ન્યૂઝીલેન્ડ તથા દક્ષિણ આફ્રિકાના બે-બે અને શ્રીલંકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનનો એક-એક ખેલાડી સામેલ છે. 

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડનો જોસ બટલરને વિકેટકીપર. શ્રીલંકાના કુશલ મેન્ડિસને ન્યૂઝીલેન્ડના ટોમ લાથમની સાથે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં પસંદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નંબર-3 પર વિલિયમ્સન, નંબર-4 પર કોહલી અને નંબર-5 પર દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિ વિલિયર્સને પસંદ કરવામાં આવ્યો છે. 

બટલરને છઠ્ઠા નંબર પર સામેલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી જેસન હોલ્ડર, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા, લાયન, પાકિસ્તાનના મોહમ્મદ અબ્બાસ અને બુમરાહનો નંબર છે. બીજીતરફ વનડે ટીમમાં ભારતના ચાર ખેલાડી સામેલ છે. વિરાટને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્માને ઓપનર તરીકે રાખવામાં આવ્યો છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ ઓફ ધ યરઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), વિરાટ કોહલી, કુશલ મેન્ડિસ, ટોમ લાથમ, એબી ડિ વિલિયર્સ, જોસ બટલર (વિકેટકીપર), જેસન હોલ્ડર, કાગિસો રબાડા, નાથન લાયન, મોબમ્મદ અબ્બાસ અને જસપ્રીત બુમરાહ. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ ઓફ ધ યરઃ રોહિત શર્મા, જોની બેયરસ્ટો, જો રૂટ, વિરાટ કોહલી (કેપ્ટન), સિમરોન હેટમેયર, જોશ બટલર (વિકેટકીપર), થિસારા પરેરા, રાશિદ ખાન, કુલદીપ યાદવ, મુસ્તફીઝુર રહેમાન, જસપ્રીત બુમરાહ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news