'વોન્ટેડ', 'સિંઘમ'ના અભિનેતા લડશે લોકસભાની ચૂંટણી, BJPના છે કટ્ટર વિરોધી
વોન્ટેડ, સિંઘમ જેવી અત્યંત સફળ ફિલ્મો ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર દક્ષિણના મશહૂર એક્ટર પ્રકાશ રાજે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી છે.
Trending Photos
ચેન્નાઈ: વોન્ટેડ, સિંઘમ જેવી અત્યંત સફળ ફિલ્મો ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર દક્ષિણના મશહૂર એક્ટર પ્રકાશ રાજે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી છે. ઔપચારિક જાહેરાત કરતા અભિનેતા પ્રકાશ રાજે મંગળવારે કહ્યું કે 2019ની લોકસભાની ચૂંટણી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ ટ્વિટર પર આ અંગેની જાહેરાત કરી છે.
પ્રકાશ રાજે આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે બધાને નવા વર્ષની શુભેચ્છા. નવી શરૂઆત... નવી જવાબદારી...તમારા સમર્થનમાં હું આગામી લોકસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડીશ. તેમણે લખ્યું છે કે સંસદીય ક્ષેત્રના સંબંધે બહુ જલદી જાણકારી આપીશ. સંસદમાં અબ કી બાર જનતા કી સરકાર....
ભાજપના પ્રખર ટીકાકાર
અભિનેતા કેન્દ્રની હાલની ભાજપના નેતૃત્વવાળી સરકારની આકરી ટીકા કરતા રહે છે. પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે ન્યાયની માંગણી કરનારામાં પ્રકાશ રાજ પણ સામેલ હતાં. ગૌરીની હત્યા સપ્ટેમ્બર 2017માં તેમના ઘરની બહાર ગોળી મારીને કરાઈ હતી. પ્રકાશ રાજે પહેલા દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરવાના કારણે બોલીવૂડમાં તેમને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ છે. આ અંગે થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ સમસ્યા નથી. પરંતુ જ્યારથી મેં બોલવાનું શરૂ કર્યું છે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઓફરો મળવાની બંધ થઈ ગઈ છે. જો કે તેમણે કહ્યું કે તેમને કોઈ ચિંતા નથી કારણ કે તેમની પાસે ઘણું બધુ છે.
કન્નડ મેગેઝીનની એડિટર ગૌરી લંકેશ અને પ્રકાશ રાજ જૂના મિત્રો હતાં. પોતાના આ ઈન્ટરવ્યુમાં ગૌરી લંકેશની હત્યા પર તેમણે કહ્યું કે ગૌરીની મોતે મને અંદરથી હચમચાવી દીધો. તે માત્ર સવાલ પૂછી રહી હતી. જ્યારે તેની હત્યા થઈ ત્યારે મને અપરાધબોજ મહેસૂસ થયો. શું આપણે તેને લડાઈમાં એકલી છોડી દીધી હતી? હું જેટલા સવાલ કરું છું તેટલી જ મને ધમકી આપીને કે મારું કામ અટકાવીને છૂપ કરરાવવાની કોશિશ થાય છે. પ્રકાશ રાજ છેલ્લે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઈનમાં કામ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે