દિલ્હી જીતવા માટે 'ધોનીને બોલાવો', ફેન્સની અપીલ, આંકડાની દલીલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 વનડે મેચોની સિરીઝ હાલમાં 2-2ની બરોબરી પર છે. 
 

દિલ્હી જીતવા માટે 'ધોનીને બોલાવો', ફેન્સની અપીલ, આંકડાની દલીલ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 વનડે મેચોની સિરીઝ હાલમાં 2-2થી બરોબરી પર છે. તેવામાં હવે દિલ્હીમાં યોજાનારા અંતિમ મેચથી સિરીઝનો નિર્ણય થશે. મોહાલીમાં હાર બાદ ભારતીય કેપ્ટન કોહલી પહેલા તે કહી ચુક્યો છે કે, દિલ્હીની મેચ રોમાંચક થશે. લગભગ તે કારણે પણ દિલ્હી તેનું હોમ ગ્રાઉન્ડ છે. પરંતુ તેનું જ નહીં મોહાલીના મેદાન પર સદી ફટકારનાર શિખર ધવનનું પણ આ હોમ ગ્રાઉન્ડ છે. પરંતુ તેમ છતાં દિલ્હી જીતવા માટે ધોનીને બોલાવવાની માગ થઈ રહી છે. 

ફેન્ચની ડિમાન્ડ- ધોનીને બોલાવો
મોહાલીમાં હાર બાદ ફેન્સ તે અપીલ કરવા લાગ્યા છે કે, દિલ્હી વનડે માટે ટીમમાં ધોનીને સામેલ કરવામાં આવે. 

— MSDian 💞 (@Lonely_Guy2019) March 11, 2019

કોટલાના આંકડા પણ માહીની સાથે
મહત્વનું છે કે, ધોનીને અંતિમ બે વનડેમાં આરામ આપવામાં આવ્યો છે. તેમાં દિલ્હી વનડેમાં પણ તે રમશે નહીં. ભારતની હાલની ટીમમાં ધોની દિલ્હીના ફિરોઝશાહ કોટલા પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ધોનીએ કોટલા પર વનડેની 7 ઈનિંગમાં 65ની શાનદાર એવરેજથી 260 રન બનાવ્યા છે. કોટલા પર ઓવરઓલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ધોની સચિન અને અઝહર બાદ ત્રીજો બેટ્સમેન છે. આ સિવાય ધોનીના કીપિંગની કમાલ જાણીતી છે, જેનું નુકસાન તે ન હોવાથી ટીમ ઈન્ડિયા મોહાલીમાં ભોગવી ચુકી છે. 

ધોનીને અંતિમ બે વનડેમાં અપાયો આરામ
મહત્વનું છે કે, ધોની દિલ્હી વનડે માટે ટીમમાં હોત તો ટીમ ઈન્ડિયાની જીતવાની આશા વધી જાય છે. પરંતુ હકીકત છે કે, તે હાલમાં ટીમમાંથી આરામ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news