વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બોક્સર બન્યો અમિત પંઘાલ

અમિત પંઘાલ વર્લ્ડ બોક્સિંગ ફાઈનલમાં પહોંચનારો પ્રથમ પુરુષ બોક્સર બન્યો છે. અમિતના ફાઈનલમાં પહોંચવાની સાથે જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ગોલ્ડ જીતવાની આશાઓ ઉજળી થઈ ગઈ છે. મહિલા બોક્સિંગમાં તો એમ.સી. મેરિકોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુકી છે. 

વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બોક્સર બન્યો અમિત પંઘાલ

નવી દિલ્હીઃ ભારતીય બોક્સર અમિત પંઘાલે(Amit Panghal) એઆઈબીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં(World Boxing Championship) શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. તે ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વર્ગની ફાઈનલમાં પહોંચ્યો છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં કઝાકના બોક્સરને હરાવ્યો હતો. ભારતના મનીષ કૌશિકને(Manish Kaushik) ક્વાર્ટર ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ક્યુબાના એન્ડી ક્રૂઝ સામેની મેચમાં પરાજય સાથે મનીષને માત્ર બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 

અમિત પંઘાલ વર્લ્ડ બોક્સિંગ ફાઈનલમાં પહોંચનારો પ્રથમ પુરુષ બોક્સર બન્યો છે. અમિતના ફાઈનલમાં પહોંચવાની સાથે જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ગોલ્ડ જીતવાની આશાઓ ઉજળી થઈ ગઈ છે. મહિલા બોક્સિંગમાં તો એમ.સી. મેરિકોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુકી છે. 

— IANS Tweets (@ians_india) September 20, 2019

અમિત પંઘાલે શુક્રવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં કઝાકિસ્તાનના સાકેન બિબિસોનોવને નજીકના મુકાબલામાં હરાવ્યો હતો. અમિતે આ ફાઈટ 3-2થી જીતી હતી. અમિત પંઘાલે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં પહોંચવાની સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાની અમિતને તક મળી છે. જો આ મેચમાં હારશે તો પણ સિલ્વર મેડલ તો પાકો જ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news