ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું, ટ્રાઈ સિરીઝના ફાઇનલની રેસ બની રોમાંચક


ભારતે કાંગારૂ મહિલા ટીમને 7 વિકેટે હરાવ્યું છે. ભારતની આ જીતની સાથે Womens T20I Tri Seriesના ફાઇનલની રેસ પણ રસપ્રદ બની ગઈ છે. 

ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું, ટ્રાઈ સિરીઝના ફાઇનલની રેસ બની રોમાંચક

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં ટૂંક સમયમાં આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની શરૂઆત થવાની છે. આ પહેલા યજમાન ઓસ્ટ્રેલિયા, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય ત્રિકોણિય સિરીઝ રમાઇ રહી છે. આ સિરીઝની 5મી મેચમાં ભારતીય મહિલા ટીમે યજમાન ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે. ભારતે કાંગારૂ મહિલા ટીમને 7 વિકેટે હરાવ્યું છે. ભારતની આ જીતની સાથે Womens T20I Tri Seriesના ફાઇનલની રેસ પણ રસપ્રદ બની ગઈ છે. 

ટી20 ત્રિકોણિય સિરીઝની પાંચમીન મેચમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ યજમાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા હતા. ભારતીય મહિલાઓએ આ પહેલા ક્યારેય આટલો મોટો સ્કોર ટી20 આંતરરાષ્ટ્રીયમાં હાંસલ કર્યો નહતો, પરંતુ વિશ્વકપ પહેલા ભારતીય ટીમે ટી20 ત્રિકોણિય સિરીઝની ફાઇનલમાં પહોંચવા માટે આ ટાર્ગેટને આસાન બનાવી દીધો હતો. 

IND vs NZ: ગાવસ્કરે ઉઠાવ્યા કોહલીના નિર્ણય પર સવાલ, કહ્યું- શમીને બહાર કરવો....

ગાર્ડનરની તોફાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી Ashleigh Gardnerએ 57 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા. તો કેપ્ટન મેગ લેનિંગે 22 બોલ પર 37 રનનું યોગદાન આપ્યું હતું. તેની મદદથી ભારતને 174 રનનો લક્ષ્ય મળ્યો હતો. ભારતીય ટીમને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આક્રમક શરૂઆત અપાવી હતી. શેફાલીએ 28 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની સાથે 49 રન બનાવ્યા હતા. 

સ્મૃતિ મંધાનાએ 48 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું. જેમિમા રોડ્રિગ્સ 30 રન બનાવી આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર 20 અને દીપ્તિ શર્મા 11 રન બનાવી અણનમ રહી હતી. આ સાથે ભારતીય મહિલા ટીમે 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ત્યારબાદ એક મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રવિવારે રમાશે, જેમાં નક્કી થશે કે 12 ફેબ્રુઆરીએ આ મહિલા ત્રિકોણિય સિરીઝની ફાઇનલમાં કઈ ટીમ ટકરાશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news