IND vs WI Series: કોરોનાના કારણે વેસ્ટઇંડીઝ સામેની સીરીઝમાં થયો મોટો ફેરફાર, અમદાવાદમાં રમાશે મેચ
બોર્ડે શનિવારે (22 જાન્યુઆરી) ના રોજ માહિતી આપી છે કે ODI શ્રેણીની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને T20 શ્રેણીની તમામ મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ODI અને T20 શ્રેણીમાં ત્રણ-ત્રણ મેચ રમાશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના રોગચાળાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. બોર્ડે શનિવારે (22 જાન્યુઆરી) ના રોજ માહિતી આપી છે કે ODI શ્રેણીની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને T20 શ્રેણીની તમામ મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ODI અને T20 શ્રેણીમાં ત્રણ-ત્રણ મેચ રમાશે.
બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ODI અને T20 શ્રેણીની કુલ છ મેચ છ અલગ-અલગ મેદાનો પર યોજાવાની હતી. BCCIએ એક મજબૂત બાયો-બબલ બનાવવા માટે શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આનાથી ખેલાડીઓ તેમજ મેચ અધિકારીઓ, બ્રોડકાસ્ટર્સ અને અન્ય હિતધારકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.
તારીખ | દિવસ | મેચ | સ્થળ |
6 ફેબ્રુઆરી | રવિવાર | પ્રથમ ODI | અમદાવાદ |
9 ફેબ્રુઆરી | બુધવાર | બીજી ODI | અમદાવાદ |
11 ફેબ્રુઆરી | શુક્રવાર | ત્રીજી ODI | અમદાવાદ |
16 ફેબ્રુઆરી | બુધવાર | પ્રથમ T20 | કોલકાતા |
18 ફેબ્રુઆરી | શુક્રવાર | બીજી T20 | કોલકાતા |
20 ફેબ્રુઆરી | રવિવાર | ત્રીજી T20 | કોલકાતા |
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનો ODI રેકોર્ડશું રોહિત શર્મા થશે વાપસી?
ભારતીય ટીમના નવા ODI અને T20 કેપ્ટન રોહિત શર્મા અનફિટ હોવાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ અને ODI શ્રેણીમાં રમી શક્યા નથી. ODI શ્રેણીમાં તેના સ્થાને KL રાહુલ કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી પાછળ છે. રોહિત વાપસી કરવાની સાથે સાથે ભારતીય ટીમને વિનિંગ ટ્રેક પર લાવશે. આ વિસ્ફોટક ઓપનરનું પુનરાગમન લગભગ નિશ્ચિત છે. જો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કોઈ કારણસર સીરિઝમાંથી હટી નહીં જાય તો પ્રથમ વખત તે રોહિતની કેપ્ટનશીપમાં રમશે.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 21 વનડે સીરીઝ રમી છે. તેમાંથી 13 માં જીત મળી છે અને આઠ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ 2002 થી તેમના હોમ ગ્રાઉન્ડ પર વિન્ડીઝ સામે એક પણ વનડે શ્રેણી હારી નથી. સાથે જ ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો છેલ્લી વખત 2006માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર સિરીઝ હારી હતી. 2006થી ટીમ ઈન્ડિયા વિન્ડીઝને સતત 10 શ્રેણીમાં હરાવવામાં સફળ રહી છે. રોહિત શર્મા તેની કેપ્ટનશીપ હેઠળ આ ક્રમને આગળ વધારવા માંગશે.
T20માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં છ ટી-20 સિરીઝ રમાઈ છે. ભારતીય ટીમ ચાર અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે શ્રેણી જીતવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર બે વખત T20 સીરીઝ રમી છે અને બંને વાર તેને સફળતા મળી છે. તો બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ચાર શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને બે જીત અને બે સીરીઝમાં હાર મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે