વન-ડે પહેલા જ ગભરાયો જેસન હોલ્ડર, કહ્યું- મોટા પડકારરૂપ છે સીરીઝ
હોલ્ડરે કહ્યું હતું કે, આ મેચ સરળ નહી હોય કેમકે ભારત આ સમયે ઘણું સારુ પ્રદર્શન કરી રહી છે. તે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એક ટીમ છે. અમને તેમનાથી માટા પડકારની આશા છે
Trending Photos
ગુવાહાટી: બે મેચની ટેસ્ટ સીરીઝ છ દિવસની અંદર 0-2થી હાર્યા બાદ વેસ્ટઇન્ડિઝના કેપ્તાન જેસન હોલ્ડરને મજબૂત મહેમાન ટીમથી કોઇ રાહતની આશા નથી. તેમણે કહ્યું કે કેરેબિયન ટીમને રવિવાર (21 ઓક્ટોબર)થી શરૂ થઇ રહી વન-ડે સીરીઝ મુશ્કેલી રહેવાની અપેક્ષા છે. હોલ્ડરે મેચની પૂર્વ સાંજે આયોજીત પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું હતું કે, ‘‘આ મેચ સરળ નહી હોય કેમકે ભારત આ સમયે ઘણું સારુ પ્રદર્શન કરી રહી છે. તે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એક ટીમ છે. અમને તેમનાથી માટા પડકારની આશા છે.’’
તેમણે કહ્યું કે, ‘‘અમારી યુવા ટીમ છે, તેમાં ઘણા નવા ચહેરાઓ શામેલ છે. પરંતુ આ તેમના માટે તેમની પ્રતિભા દેખાડવાની તક છે.’’ બોલિંગ ઓલ રાઉન્ડરે કહ્યું કે ભારતના બેટ્સમેન ફાયદેમંદ હાલાતમાં સતત 300 રનથી વધારે સ્કોર બનાવવા પડકારરૂપ હશે.
તમણે કહ્યું કે, અમે સતત 300થી વધારે રનનો સ્કોર બનાવી શકીએ નહીં જે પાછલા કેટલાક સમયથી વન-ડે ક્રિકેટમાં સારો સ્કોર અને બેન્ચમાર્ક રહ્યો છે. અમે અમારા ડ્રેસિંગ રૂમમાં આ વિષય પર વાત કરી હતી. આપણે 300 રનથી વધારે રન બનાવવા જોઇએ અને સતત આ રીતે રમતા રહેવું જોઇએ.
વાંચવા માટે ક્લિક કરો: INDvsWI: વર્લ્ડ કપની તૈયારીની સાથે પોતાનો રેકોર્ડ સુધારવા આજે રમશે ટીમ ઇન્ડિયા
ભારતમાં પરિસ્થિતિઓ ઝડપી રન કરવાની હોય છે અને હોલ્ડરે કહ્યું કે તેમની ટીમનો 300થી વધારે રનનો ટાર્ગેટ આપવાનો રહેશે. તેમણે કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે ભારત ઝડપી રન બનાવે છે. અમારા બેટ્સમેનોને મોટો સ્કોર બનાવવા પર ધ્યાન આપવું જોઇએ.’’
જેસન હોલ્ડરે ટીમના સીનિયર સભ્ય માર્લોન સૈમુઅલ્સની પ્રશંસા કરી જે રવિવારે તેમની 200મી વન-ડેમાં ભાગ લેશે.
વાંચવા માટે ક્લિક કરો: પ્રો કબડ્ડી લીગ-2018માં ગુજરાત જાયન્ટસે પુણેરી પલટનને પોતાન જ ઘર આંગણે હરાવી
હોલ્ડરે કહ્યું હતું કે, તેઓ અમારા શાનદાર વન-ડે બેટ્સમેનમાંથી એક છે. તેમણે હાલમાં જ ઘણું સારૂ પ્રદર્શન કર્યું છે. મે જેટલા ખેલાડીઓ જોયા છે તેમાંથી સૌથી પ્રતિસ્પર્ધી ખેલાડીઓમાંથી એક છે. એટલા માટે તેઓ 200મી વન-ડે રમી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે