શ્રીલંકાની ટીમ ખોફમાં, ટીમ ઇન્ડિયામાં અચાનક થઈ સૌથી મોટા મેચ વિનરની એન્ટ્રી
ટીમ ઇન્ડિયામાં અચાનક તેમના સૌથી મોટા મેચ વિનરની વાપસી થઈ છે. જેના કારણે શ્રીલંકાની ટીમ પણ ખોફમાં છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 સિરીઝની શરૂઆત આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીથી લખનઉમાં થઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીથી લખનઉમાં 3 મેચની T20 સીરિઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયામાં અચાનક તેમના સૌથી મોટા મેચ વિનરની વાપસી થઈ છે, જેના કારણે શ્રીલંકાની ટીમ પણ ખોફમાં છે. T20 સીરિઝની મેચો 24, 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. ભારતે અગાઉ વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચની T20I સીરિઝમાં 3-0 થી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા પણ શ્રીલંકાને ટી-20 સીરિઝમાં 3-0 થી ક્લીન કરવા ઈચ્છે છે.
ટીમ ઈન્ડિયામાં અચાનક થઈ આ સૌથી મોટા મેચ વિનરની એન્ટ્રી
શ્રીલંકા સામેની ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં તેમના સૌથી મોટા મેચ વિનરની અચાનક વાપસી થઈ છે, જેના કારણે શ્રીલંકાની ટીમ પણ ખોફમાં છે. આ ખેલાડીમાં આખી મેચ પોતાના દમ પર ફેરવવાની શક્તિ છે. આ મેચ વિનર બીજું કોઈ નહીં પરંતુ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં માસ્ટર રવીન્દ્ર જાડેજા છે. સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે શ્રીલંકા સામેની T20I સીરિઝમાંથી બહાર થઈ ગયા પછી રવિન્દ્ર જાડેજા છઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે ફિનિશરની ભૂમિકા ભજવવાની જવાબદારી સંભાળશે. રવિન્દ્ર જાડેજાને ટેકો આપવા યુવા વેંકટેશ અય્યર હાજર રહેશે. શ્રીલંકા સામે ભારતીય ટીમની સફળતામાં રવિન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવશે.
ખોફમાં શ્રીલંકાની ટીમ
રવિન્દ્ર જાડેજા લગભગ 3 મહિના પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2021 માં રમી હતી. રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટ મેચ રમ્યા બાદ ટીમથી બહાર ચાલી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ 2021 T20 વર્લ્ડ કપ દરમિયાન નામીબિયા સામે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યારબાદ તે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરિઝ રમી શક્યો ન હતો. રવિન્દ્ર જાડેજાના આગમનથી શ્રીલંકન ટીમમાં ખોફનો માહોલ છે.
કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે
રવિન્દ્ર જાડેજાને ટીમમાં રાખવા માટે કેપ્ટન રોહિત શર્માએ કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. વાસ્તવમાં જાડેજાની ગેરહાજરીમાં વેંકટેશ ઐયર, દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને ઓલરાઉન્ડર તરીકે અજમાવવામાં આવ્યા હતા અને ત્રણેયએ સારું પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી સીરિઝમાં બે ખાસ સ્પિનરોને પણ રમાડ્યા હતા, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. તો શું જાડેજાની વાપસી બાદ ટીમ માત્ર એક જ સ્પેશિયાલિસ્ટ સ્પિનરને ટીમમાં રાખશે? કારણ કે જડ્ડૂ પોતે એક મહાન સ્પિન બોલર છે.
એવું માનવામાં આવે છે કે જાડેજાની વાપસી સાથે રવિ બિશ્નોઈને બેંચ પર બેસવું પડી શકે છે. બિશ્નોઈએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરિઝમાં શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ પોતાના નામે કરી. યુઝવેન્દ્ર ચહલ પણ સારી બોલિંગ કરી રહ્યો છે, તેથી ટીમ તેના અનુભવને પ્રાથમિકતા આપી શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે T20I સીરિઝ ગુરુવાર 24 ફેબ્રુઆરીથી લખનઉમાં શરૂ થશે. બીજી T20I મેચ 26 ફેબ્રુઆરીએ અને ત્રીજી મેચ 27 ફેબ્રુઆરીએ ધર્મશાલામાં રમાશે. આ પછી 4 માર્ચથી મોહાલીમાં બે ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થશે.
ભારતની સંભવિત પ્લેઇન્ગ ઇલેવન:
રોહિત શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન (વિકેટ કીપર), દીપક હુડ્ડા, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ
શ્રીલંકાના ભારત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ (IND vs SL 2022 Schedule)
ટી20 સીરિઝ (IND vs SL 2022 Schedule)
પહેલી ટી20: 24 ફેબ્રુઆરી- લખનઉ (સાંજે 7 વાગે)
બીજી ટી20: 26 ફેબ્રુઆરી- ધર્મશાલા (સાંજે 7 વાગે)
ત્રીજી ટી20: 27 ફેબ્રુઆરી- ધર્મશાલા (સાંજે 7 વાગે)
ટેસ્ટ સીરિઝ (IND vs SL Test Schedule)
પહેલી ટેસ્ટ મેચ: 4 માર્ચથી 8 માર્ચ- મોહાલી (સવારે 9.30 વાગે)
બીજી ટેસ્ટ મેચ: 12 માર્ચથી 16 માર્ચ- ધર્મશાળા (બપોરે 12.30 વાગે) (Day Night Test)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે