IND vs PAK: શાનદાર મેચમાં આ 5 ખેલાડી સાબિત થશે ગેમ ચેન્જર, ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓ પર રહેશે નજર

Game Changers Of India vs Pak: ભારત અને પાકિસ્તાનની ટીમો થોડા જ કલાકોમાં સામસામે ટકરાશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન કરતા ઘણી આગળ છે. ભારતે 7 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી.

IND vs PAK: શાનદાર મેચમાં આ 5 ખેલાડી સાબિત થશે ગેમ ચેન્જર, ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓ પર રહેશે નજર

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચમાં કયો ખેલાડી સારૂ પ્રદર્શન કરશે. આ કહેવું મુશ્કેલ છે. પરંતુ બધાની નજર આ 5 ખેલાડીઓ પર રહેશે. આ ખેલાડીઓ મેચમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ભારત અને પાકિસ્તાનની ટીમો થોડા જ કલાકોમાં સામસામે ટકરાશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન કરતા ઘણી આગળ છે. ભારતે 7 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી. જો કે, 14મી ઓક્ટોબરે શું થવાનું છે? આ જોવાનું રસપ્રદ રહેશે. અમે એવા 5 ખેલાડીઓ વિશે વાત કરીશું જે આ મેચમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

તમામની નજર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં તેણે અફઘાનિસ્તાન સામે પણ સદી ફટકારી હતી. રોહિત ODI વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે તે સિઝનમાં 113 બોલમાં 140 રનની ઇનિંગ રમી હતી. તે આ મેચમાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

પાકિસ્તાન સામેની મેચ છે અને વિરાટ કોહલીનું નામ સામે ન આવે એવું  બને જ નહીં. ભારત જ્યારે પણ પાકિસ્તાન સામે મેચ રમે છે ત્યારે વિરાટ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિરાટે તાજેતરમાં એશિયા કપ 2023ની 9મી મેચમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ વનડેમાં વિરાટનો રેકોર્ડ સારો છે. તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પોતાના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે. રિઝવાને હાલમાં જ શ્રીલંકા સામે પોતાની ટીમને સૌથી મોટી જીત અપાવી હતી. પાકિસ્તાનના આ ખેલાડીએ અત્યાર સુધી 2 મેચમાં 199 રન બનાવ્યા છે. તે બેશક મેચમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી શાનદાર રહ્યું છે. અત્યાર સુધી તેણે ભારત માટે 92 ODI મેચોમાં 150 થી વધુ વિકેટ લીધી છે. વર્લ્ડ કપ 2023 પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી 2 મેચમાં 3 વિકેટ ઝડપી છે. આ વર્ષે તે એશિયા કપમાં પણ 9 વિકેટ લઈને ટોપ 5માં હતો. તેની પાસેથી પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.

ખતરનાક ઝડપી બોલર હરિસ રઉફ પર પણ નજર રહેશે. તે આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરી રહ્યો છે. અત્યાર સુધી રઉફે આ વર્લ્ડ કપમાં 2 મેચમાં 5 વિકેટ લીધી છે. રઉફ આ મેચમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. શાહીન આફ્રિદી આ વર્ષે લયમાં નથી દેખાઈ રહ્યો.

IND-PAK મેચ પહેલાં શુભમન ગિલને મળી ખુશખબરી, ICC એ આપ્યું મોટું એલાન
India vs Pakistan: ભારતના 5 બેટ્સમેન, જેમના નામથી જ વર્લ્ડ કપમાં થથરી જાય છે પાકિસ્તાન, યાદ આવી જાય છે નાની
Ind Vs Pak 2023: શ્રીલંકા પર ફતેહ કરી ભારત પર ચઢાઇ કરશે પાકિસ્તાન, શું રચી શકશે ઇતિહાસ?
રાત્રે ઉંઘતા પહેલાં જરૂર કરો આ કામ, સફળતા ચૂમશે તમારા કદમ, મુઠ્ઠીમાં હશે દુનિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news