INDvsIRE: રેન્કિંગમાં સુધાર પર વિરાટ એન્ડ કંપનીની નજર, જાણો - ક્યારે, ક્યાં, કેમ જોશો મેચ

ટોંચ પર રહેલ પાકિસ્તાન, બીજા નંબરે રહેલ ઓસ્ટ્રેલિયા અને ત્રીજા સ્થાને ભારત આગામી દિવસોમાં ટી-20 મેચ રમશે. જેનાથી આગામી બે સપ્તાહમાં ટી-20 રેન્કિંગમાં ફેરફાર થવાની સંભાવના છે. 

 

 INDvsIRE: રેન્કિંગમાં સુધાર પર વિરાટ એન્ડ કંપનીની નજર, જાણો - ક્યારે, ક્યાં, કેમ જોશો મેચ

દુબઈઃ આઈસીસી બેટ્સમેન રેન્કિંગમાં આઠમાં સ્થાન પર રહેલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી શ્રેણીમાં પોતાની અને ટીમની રેન્કિંગ સુધારવાનો પ્રયત્ન કરશે. ભારતીય ટીમ રેન્કિંગમાં 123 અંક સાથે ત્રીજા સ્થાને છે. ભારત આયર્લેન્ડ વિરુદ્ધ 2 અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચમાં વિજય મેળવે તો તે 127 અંક સુધી પહોંચી શકે છે. બીજીતરફ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને પછી ભારતને 3-0થી હરાવી દે તો તે 126 અંક સુધી પહોંચી જશે. 

જો ઝિમ્બાબ્વે ત્રિકોણીય શ્રેણીમાં કંઇક અપસેટ કરી દે તો ભારત કે ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને પહોંચી શકે છે. ટોપ પર રહેલ પાકિસ્તાન, બીજા રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા અને ત્રીજા સ્થાને ભારત આગામી દિવસોમાં મેચ રમશે. જેનાથી આગામી બે સપ્તાહમાં ટી-20 રેન્કિંગમાં ફેરફાર થવાની સંભાવના છે. પાકિસ્તાનના 131 અંક છે અને તે હરારેમાં એકથી આઠ જુલાઈ વચ્ચે યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાં ટાઇટલ માટે દાવેદાર છે. ઓસ્ટ્રેલિયા પણ આ ટૂર્નામેન્ટમાં રમશે. તે પાકિસ્તાન કરતા પાંચ અંક પાછળ છે અને પોતાના ચારેય મેચ જીતીને તેને પછાડી શકે છે. ઓસ્ટ્રેલિયા જો ઈંગ્લેન્ડને એકમાત્ર ટી-20માં હરાવી દે છે. ત્યારબાદ ત્રિકોણીય શ્રેણીના ચારેય મેચ જીતીને પાકિસ્તાનને ફાઇનલમાં પણ પરાજય આપે તો તેના અંકોની સંખ્યા 137 પર પહોંચી શકે છે. 

આઈસીસી ટી20 ખેલાડીઓની રેન્કિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્સ ત્રીજા અને ચોથા સ્થાને છે. ભારતીય કેપ્ટન કોહલી ફરી નંબર વન પર પહોંચવાનો પ્રયત્ન કરશે. અત્યારે તે 670 અંક સાથે આઠમાં સ્થાને છે. આગામી મેચોમાં બે બોલર રમશે તેમાં પાકિસ્તાનનો લેગ સ્પિનર આદાબ ખાન બીજા અને ભારતનો યુજવેન્દ્ર ચહલ ત્રીજા સ્થાને છે. 

ક્યારે, ક્યાં અને કેમ જોશો ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ ધ વિલેજ, ડબલિનમાં 27 જૂન 2018ના રમાશે. 

મેચનો સમય
ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 કલાકે શરૂ થશે. 

ટેલીવિઝન પર જુઓ મેચનું લાઇવ પ્રસારણ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે તમામ મેચોનું લાઇવ પ્રસારણ સોની ટેન સ્પોર્ટ્સ/HD પર થશે. 

લાઇવ સ્ટ્રીમિંગ માટે અહીં જુઓ
ભારત અને આયર્લેન્ડ શ્રેણીની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news