ઈંગ્લેન્ડમાં 32 વર્ષ બાદ સૌથી મોટા વિજયથી માત્ર 1 વિકેટ દૂર ટીમ ઈન્ડિયા

વિરાટ સેના ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંઘમ ટેસ્ટ જીતવાની નજીક છે. આ ટેસ્ટ મેચમાં પાંચમાં દિવસે માત્ર એક વિકેટની જરૂર છે. આ જીતની સાથે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડની લીડ ઓછી કરીને 1-2 કરી દેશે. 
 

ઈંગ્લેન્ડમાં 32 વર્ષ બાદ સૌથી મોટા વિજયથી માત્ર 1 વિકેટ દૂર ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ (85 રન પાંચ વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે ટ્રેન્ટબ્રિજ ટેસ્ટમાં જીત મેળવવાથી માત્ર એક વિકેટ દૂર છે. 521 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે 311 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમને મેચ જીતવા માટે હજુ 210 રનની જરૂર છે અને એક વિકેટ બાકી છે. 

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતની પાસે 32 વર્ષમાં પ્રથમવાર રન પ્રમાણે સૌથી મોટી જીત મેળવવાની તક છે. ભારતીય ટીમે 1986માં કપિલ દેવની આગેવાનીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સમાં 279 રનથી વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્યારબાદ લોર્ડ્સમાં 2014માં ઈંગ્લેન્ડને 95 રને હરાવ્યું હતું. વિરાટની આગેવાનીમાં ટીમ આ મોટી સિદ્ધિ મેળવવાની ખૂબ નજીક છે. 

આમ તો વિદેશની ધરતી પર ટીમ ઈન્ડિયાને રન પ્રમાણે સૌથી મોટી જીત પણ વિરાટની આગેવાનીમાં મળી હતી. જ્યારે ભારતે 2017માં શ્રીલંકા વિરુદ્ધ ગોલ ટેસ્ટમાં 304 રનથી વિજય મેળવ્યો હતો. 

વિદેશમાં ભારતની સૌથી મોટી જીત (રન પ્રમાણે)

1. ગોલ ટેસ્ટઃ શ્રીલંકાને 304 રને હરાવ્યું- 2017માં

2. લીડ્સ ટેસ્ટ) ઈંગ્લેન્ડને 286 રને હરાવ્યું- 1986માં

3. કોલંબો ટેસ્ટઃ શ્રીલંકાને 278 રને હરાવ્યું- 2015માં

4. ઓકલેન્ડ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડને 272 રને હરાવ્યું- 1968

5. ગ્રોસ ઇસ્લેટ ટેસ્ટઃ વેસ્ટઇન્ડિઝને 237 રને હરાવ્યું- 2016માં

— SPN- Sports (@SPNSportsIndia) August 21, 2018

ભારતીય ટીમ ચોથા દિવસે મેચ જીતી જાત પરંતુ જોસ બટલર (106) અને બેન સ્ટોક્સ (62) વચ્ચે પાંચમી વિકેટ માટે 169 રનની ભાગીદારી થઈ અને ત્યારબાદ આદિલ રાશિદ (30 અણનમ) અને બ્રોડ (20) વચ્ચે નવમી વિકેટની 50 રનની ઉપયોગી ભાગીદારીની મદદથી ભારત ચોથા દિવસે વિજય મેળવવાથી વંચિત રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news