IND vs ENG: આઉટ થયા બાદ ગુસ્સે ભરાયા કોહલી! ગુસ્સામાં કોને માર્યો મુક્કો?

ટીમ ઇન્ડીયા અત્યારે ઇંગ્લેંડ વિરૂદ્ધ 5 મેચોની સીરીઝ સાથે ચોથા મુકાબલામાં ટકરાઇ રહી છે. આ મેચની બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેન શાનદાર રમત રમી રહ્યા છે. પરંતુ બાકી મેચોની માફ્ક આ મેચમાં પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક સારી શરૂઆત બાદ આઉટ થઇ ગયા.

IND vs ENG: આઉટ થયા બાદ ગુસ્સે ભરાયા કોહલી! ગુસ્સામાં કોને માર્યો મુક્કો?

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા અત્યારે ઇંગ્લેંડ વિરૂદ્ધ 5 મેચોની સીરીઝ સાથે ચોથા મુકાબલામાં ટકરાઇ રહી છે. આ મેચની બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેન શાનદાર રમત રમી રહ્યા છે. પરંતુ બાકી મેચોની માફ્ક આ મેચમાં પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક સારી શરૂઆત બાદ આઉટ થઇ ગયા. ત્યારબાદ કેપ્ટને ડ્રેસિંગ રૂમમાં જઇને પોતાનો ગુસ્સો કાઢ્યો. 

આઉટ થતાં ભડક્યા વિરાટ
ચોથા દિવસના પહેલા સેશનમાં ભારતને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે વિરાટ કોહલી મોઇન અલીના બોલમાં આઉટ થઇ ગયા. વિરાટ અને તેમના ફેન્સ તેમની પાસે 71મી સદીની આશા રાખીને બેઠા હતા. 

પરંતુ જ્યારે વિરાટ આઉટ થઇને પેવેલિયન લોંજ જઇ રહ્યા હતા તેમના ચહેરા પર પણ નિરાશા સ્પષ્ટ જોવા મળી. વિરાટે ડ્રેસિંગ રૂમમાં પહોંચતાં જ નારાજગીમાં દિવાલને મુક્કો માર્યો. વિરાટને જોઇને એવું લાગી રહ્યું હતું કે તે આઉટ થઇને ખૂબ નિરાશ છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

— Neelabh (@CricNeelabh) September 5, 2021

2 વર્ષથી કોઇ સદી નહી
વિરાટ કોહલીની 71મી સદીની રાહ તેમના ફેન્સ 2 વર્ષથી જોઇ રહ્યા છે. અંતિમવાર વિરાટે સેંચુરી બાંગ્લાદેશ વિરૂદ્ધ 2019 માં મારી હતી. ત્યારબાદથી વિરાટના બેટ વડે ઘણી સારી ઇનિંગ આવી, પરંતુ સદી ન ફટકારી. એવું માનવામા6 આવે છે કે સચિન તેંડુલકરની 100 સદીનો રેકોર્ડ વિરાટ કોહલી જ તોડશે પરંતુ હવે તેમના 71મી સદી માટે ફેન્સને ખૂબ રાહ જોવી પડી રહી છે. 

1-1 થી બરાબારી પર સીરીઝ
ટીમ ઇન્ડીયા અને ઇગ્લેંડ વચ્ચે 5 મેચોની સીરીઝ અત્યારે 1-1 થી બરાબરી પર છે. આ સીરીઝની પહેલી મેચ વરસાદના લીધે ડ્રો રહી. ત્યારબાદ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઇગ્લેંડને ધૂળ ચટાડી. જોકે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેંડે વાપસી કરતાં મેચ એકતરફી અંદાજમાં જીતી અને સીરીઝ 1-1 થી બરાબરી પર થઇ ગઇ. હવે બંને જ ટીમ ચોથી ટેસ્ટમાં બઢત મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news