શિક્ષક દિવસે જ ગુજરાત બન્યું શર્મસાર, ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીના કારણે આચાર્યની આત્મહત્યા

ગીર સોમનાથના થોરડી ગામની પ્રાથમીક શાળાના પ્રિન્સિપલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રિન્સિપલ લખેલી સુસાઇડ નોટમાં 2 અધિકરીઓ સહિત 4 પર પૈસા માટે પ્રેશરનો આરોપ લગાવ્યો હતો. ગીર ગઢડાના હરમાડીયા ગામે રહેતા અને થોરડી ગામે પ્રાથમીક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ગોવિંદભાઇ અમરેલીયાએ આજે પોતાની જ પ્રાથમિક શાળાની ઓફીસમા પંખા પર લટકી આપઘાત કર્યો હતો. 

શિક્ષક દિવસે જ ગુજરાત બન્યું શર્મસાર, ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીના કારણે આચાર્યની આત્મહત્યા

હેમલ ભટ્ટ/ગીરગઢડા : ગીર સોમનાથના થોરડી ગામની પ્રાથમીક શાળાના પ્રિન્સિપલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રિન્સિપલ લખેલી સુસાઇડ નોટમાં 2 અધિકરીઓ સહિત 4 પર પૈસા માટે પ્રેશરનો આરોપ લગાવ્યો હતો. ગીર ગઢડાના હરમાડીયા ગામે રહેતા અને થોરડી ગામે પ્રાથમીક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ગોવિંદભાઇ અમરેલીયાએ આજે પોતાની જ પ્રાથમિક શાળાની ઓફીસમા પંખા પર લટકી આપઘાત કર્યો હતો. 

જેની જાણ થતા ગામ લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રિન્સિપાલની લાશને ઉતારી ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. મૃતક પ્રિન્સિપાલ સુસાઇડ કરતા પહેલા સુસાઇડ નોટ લખી એટલું જ નહિ પોતાની દીકરીને મોબાઈલમાં મેસેજ પણ કર્યો હતો. સુસાઇડનોટમાં ઉલ્લેખ કર્યો છે કે, TPO ગોસ્વામી કેળવણી નિરીક્ષક રાઠોડ ભાઈ સહિત કુલ 4 વ્યક્તિઓ પૈસા પડાવવા વારંવાર હેરાન કરતા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો છે. 

મૃતક પ્રિન્સિપાલને અધિકારીઓએ ધમકી આપી હતી કે, 25 લાખ આપ નહિતર તું દારૂ પીવે છે તેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરીશું અને તને સસ્પેન્ડ કરાવી દઇશું. જો કે 25 લાખ રૂપિયા આપી દીધા બાદ પણ ભ્રષ્ટ અધિકારીઓ એટલેથી નહી અટકતા વધારે 4 લાખ રૂપિયાની માંગ કરી હતી. અન્ય શિક્ષકે 4 લાખ અને બીજા એક જામવાળા પે સેન્ટર શાળાના પ્રિન્સિપલ પણ પૈસા માંગ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. મૃતકની દીકરીના જણાવ્યા અનુસાર છેલ્લા 20 દિવસથી તેના પપ્પા પરેશાન હતા. ગીર ગઢડા પોલીસે મૃતક પ્રિન્સિપલની ડેડબોડીને પીએમમાં ખસેડી સુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news