IND vs ENG: પુણેમાં કાલે 'ફાઇનલ' વનડે, ભારતીય ટીમમાંથી આ બે ખેલાડી થશે બહાર

INDIA vs ENGLEND:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે સિરીઝ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. રવિવારે પુણેમાં રમાનારી અંતિમ વનડે ફાઇનલ બની ગઈ છે. અંતિમ વનડે જે ટીમ જીતશે સિરીઝ તેના નામે થશે. 
 

IND vs ENG: પુણેમાં કાલે 'ફાઇનલ' વનડે, ભારતીય ટીમમાંથી આ બે ખેલાડી થશે બહાર

પુણેઃ ભારતીય ટીમ પુણેમાં રવિવારે ત્રણ મેચોની વનડે સિરીઝના નિર્ણાયક મુકાબલામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવા ઉતરશે. શુક્રવારે બીજી વનડે  મેચમાં કારમા પરાજય બાદ ભારતીય ટીમમાં ફેરફારની સંભાવના વધી ગઈ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા પરંતુ ખરાબ બોલિંગને કારણે ટીમ તેનો બચાવ કરી શકી નહીં. 

કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ સિરીઝ જીતવી છે તો બોલિંગ ડિપાર્ટમેન્ટને મજબૂત કરવો પડશે. 336 રન જેવા મોટા સ્કોરનો બચાવ જો ટીમના બોલર ન કરી શક્યા તો તે ચિંતાની વાત છે. ભારતીય ટીમ ત્રીજી વનડેમાં એક સંભવિત ફેરફારની સાથે ઉતરી શકે છે. સ્પિનર કુલદીપ યાદવને બહાર કરવામાં આવી શકે છે. પ્રથમ અને બીજી વનડેમાં કુલદીપે વધુ રન આપ્યા અને તેની વિકેટનું ખાતુ પણ ખાલી રહ્યું હતું. 

ઓપનિંગમાં રોહિત અને ધવન
ભારત માટે ઈનિંગની શરૂઆત રોહિત અને ધવન કરશે. ટીમને આ બન્ને પાસે મોટી ઈનિંગની આશા છે. 

મિડલ ઓર્ડરમાં વિરાટ, કેએલ અને હાર્દિક
બીજી વનડેમાં કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની બેટિંગની મદદથી ભારતે 336 રન બનાવ્યા હતા. અહીં ફેરફારની આશા નથી. 

પંત વિકેટકીપર
ઓસ્ટ્રેલિયાના પ્રવાસથી શાનદાર પ્રદર્શન કરી રહેલા પંતે બીજી વનડેમાં દમદાર વાપસી કરતા અડધી સદી ફટકારી. તે અંતિમ મેચમાં પણ વિકેટકીપિંગ કરતો જોવા મળશે. 

શું કૃણાલ પંડ્યા થશે બહાર
પ્રથમ વનડેમાં શાનદાર અડધી સદી ફટકારી એકદિવસીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર કૃણાલ પંડ્યા બોલિંગમાં ખાસ કમાલ કરી શક્યો નહીં. અંતિમ વનડેમાં ભારતીય ટીમ કૃણાલને બહાર કરી વોશિંગટન સુંદરને તક આપી શકે છે. સુંદર પણ સાતમાં ક્રમે બેટિંગ કરી શકે છે. 

કુલદીપના સ્થાને ચહલ
પ્રથમ બે વનડેમાં જોરદાર ધોલાઈ બાદ કુલદીપને ત્રીજી વનડેમાં બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને યુજવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. 

ફાસ્ટ બોલિંગમાં ટી નટરાજનને મળી શકે છે સ્થાન
ફાસ્ટ બોલિંગમાં ફેરફારની શક્યતા ઓછી છે. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ સારૂ પ્રદર્શન કર્યુ છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ શાર્દુલ ઠાકુરને બહાર કરી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટી નટરાજનને તક આપી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news