IND vs BAN: અચાનક બાંગ્લાદેશની ફિલ્ડિંગ કેમ સેટ કરવા લાગ્યો હતો ઋષભ પંત? ખેલાડીએ પોતે કર્યો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટર ઋષભ પંત ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો. હવે ઋષભ પંતે પોતે આ અંગે મોટો  ખુલાસો કર્યો છે. 

IND vs BAN: અચાનક બાંગ્લાદેશની ફિલ્ડિંગ કેમ સેટ કરવા લાગ્યો હતો ઋષભ પંત? ખેલાડીએ પોતે કર્યો મોટો ખુલાસો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે 280 રનથી જીતી લીધી. આ મેચમાં પંતે લગભગ બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી. ચેન્નાઈ ટેસ્ટમાં પંતે શાનદાર કમબેક કર્યું. દરેક ક્રિકેટ પ્રેમી પંતનું આ કમબેક જોઈને ખુશ થયા. કેપ્ટન રોહિત શર્માથી લઈને પ્લેયર ઓફ ધ મેચ બનેલા આર અશ્વિને પંતના વખાણ કર્યા. 

મેચની પહેલી બીજી ઈનિંગ દરમિયાન પંત જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. પંત બાંગ્લાદેશની ટીમની ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો. પંતનો આ મજેદાર વીડિયો ફેન્સને ખુબ પસંદ પડ્યો. હવે મેચ બાદ પંતે પોતે ખુલાસો કર્યો કે આખરે તેણે બાંગ્લાદેશની ફિલ્ડિંગ કેમ સેટ કરી હતી. 

— JioCinema (@JioCinema) September 21, 2024

પંતનો ખુલાસો
ભારતીય ટીમ જ્યારે બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહી હતી ત્યારે ક્રીઝ પર ઋષભ પંત હતો. આ દરમિયાન પંત બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરતો પણ જોવા મળ્યો. પંતનો આ અંદાજ બધાને ગમ્યો. એટલું જ નહીં પંતના કહેવા પર મહેમાન ટીમ પોતાની ફિલ્ડિંગ સેટ કરતી પણ જોવા મળી. 

— PantMP4. (@indianspirit070) September 22, 2024

મેચ બાદ પંતે કહ્યું કે, ક્રિકેટને કેવી રીતે સારું બનાવવામાં આવે તે અંગે અમે હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ, પછી ભલે તે આપણી ટીમ હોય કે બીજી કોઈ ટીમ. ત્યાં કોઈ ફીલ્ડર નહતો, જ્યારે બે ફિલ્ડર એક જગ્યા પર ઊભા હતા. ત્યારબાદ મે કહ્યું કે ત્યાં એક જ ફીલ્ડર રાખવાનો છે. 

પંતની શાનદાર સદી
અત્રે જણાવવાનું કે બીજી ઈનિંગમાં ઋષભ પંતે કમાલની ઈનિંગ ખેલી. પંતે 128 બોલમાં 109 રન કર્યા. જેમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. પહેલી ઈનિંગમાં પંતે 39 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા અને ફેન્સને પંતના ટેસ્ટ ક્રિકેટમાં આ પ્રકારના શાનદાર કમબેકની જ  આશા હતી. હવે પંત આગામી ટેસ્ટ મેચમાં ધમાલ મચાવશે એવું ફેન્સ અપેક્ષા રાખી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news