PM મોદી અમદાવાદના સ્ટેડિયમમાંથી જોશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ, ઓસ્ટ્રેલિયાના PM પણ આવી શકે છે ભારત
World Cup Final : વર્લ્ડકપની ફાઇનલ મેચ નિહાળવા PM મોદી-શાહ આવી શકે છે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના PM-ડે. પીએમને પણ આમંત્રણ!
Trending Photos
PM Modi to Watch IND VS AUS Match: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદ આવશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ICC વર્લ્ડ કપની ફાઈનલ 19મી નવેમ્બરે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટી મેચ રમાવા જઈ રહી છે. વર્લ્ડ કપની આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ જશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાત લેશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને મેચ જોવા માટે અમદાવાદ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયન પીએમના આગમનને લઈને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
એરફોર્સ આકાશમાં કરતબ બતાવશે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે 2 ટીમો નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સિવાય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા આવી શકે છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને યાદગાર અને ખાસ બનાવવા માટે એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મેચની શરૂઆત પહેલા ભારતીય વાયુસેના અમદાવાદના આકાશમાં ફાઈટર પ્લેન વડે સ્ટંટ કરશે અને ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અજેય રહી છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ છેલ્લી 8 મેચ સતત જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મજબૂત બેટિંગ યુનિટ અને મજબૂત બોલિંગ આક્રમણ સાથે, ભારત સતત 10 મેચ જીતીને 12 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ વર્લ્ડ કપ ફાઈનલ સુધી ભારત અજેય રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે