INDvsAUS: ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતથી પીએમ મોદી ગદગદ, આ દિગ્ગજોએ પણ આપી શુભેચ્છા

ભારતે ચાર મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયામાં યજમાન ટીમ વિરુદ્ધ સતત આ બીજો શ્રેણી વિજય છે. 

INDvsAUS: ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતથી પીએમ મોદી ગદગદ, આ દિગ્ગજોએ પણ આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને બ્રિસબેન ટેસ્ટ મેચમાં 3 વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા 328 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 7 વિકેટે 329 રન બનાવ્યા. આ રીતે ભારતે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 

ભારતની ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયામાં લોકો શુભેચ્છાઓ આપી રહ્યાં છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) એ ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત પર શુભેચ્છા આપી છે. પીએમે ટ્વીટ કરીને કહ્યુ કે, અમે બધા ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયામાં સફળતા પર ખુશ છીએ. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ, અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા પર ખુબ ખુશ છીએ. તેની ઉર્જા અને જનૂન રમત દરમિયાન જોવા મળી રહ્યું છે. તેમનો દ્રઢ ઈરાદો, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ જોવા મળ્યો. ટીમને શુભેચ્છા. તમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. 

— Narendra Modi (@narendramodi) January 19, 2021

— Sachin Tendulkar (@sachin_rt) January 19, 2021

— Anil Kumble (@anilkumble1074) January 19, 2021

— Virender Sehwag (@virendersehwag) January 19, 2021

— Harbhajan Turbanator (@harbhajan_singh) January 19, 2021

— Suresh Raina🇮🇳 (@ImRaina) January 19, 2021

— Mithali Raj (@M_Raj03) January 19, 2021

ભારત તરફથી બીજી ઈનિંગમાં યુવા ઓપનર શુભમન ગિલે 91 જ્યારે રિષભ પંતે અણનમ 89 રન બનાવ્યા. પૂજારાએ 56 રનનું યોગદાન આપ્યું હતું. એડિલેડમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ત્યારબાદ ભારતે મેલબોર્નમાં જીત મેળવી અને સિડની ટેસ્ટ ડ્રો કરાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news