અમદાવાદમાં MD ડ્રગ્સનું વધ્યું વેચાણ, કારંજ પોલીસે પેડલરની કરી ધરપકડ

શહેરના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદમાં નશાનું સેવન અને વેચાણ વધ્યુ છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાંચે પણ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. હવે કારંજ પોલીસે એમડી ડ્રગ્સના પેડલરની 1.70 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે

અમદાવાદમાં MD ડ્રગ્સનું વધ્યું વેચાણ, કારંજ પોલીસે પેડલરની કરી ધરપકડ

મૌલિક ધામેચા /અમદાવાદ: શહેરના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદમાં નશાનું સેવન અને વેચાણ વધ્યુ છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાંચે પણ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. હવે કારંજ પોલીસે એમડી ડ્રગ્સના પેડલરની 1.70 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જોકે મુખ્ય સપ્લાયર હજી ફરાર છે.

અમદાવાદ શહેરમા નશાનો કાળો કારોબાર ખુબજ ફૂલ્યો ફાલ્યો છે. કારંજ પોલીસે 1.70 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મોઈનખાન ઉર્ફે પાપા પઠાણની ધરપકડ કરી છે. આરોપી જાન સાહેબની ગલી પાસે ડ્રગ્સનું વેચાણ કરતો હતો તે સમયે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી મોઈનની પુછપરછમાં શાહઆલમ ટોલ નાકા પાસે રહેતો અને એમડી ડ્રગ્સનો સપ્લાયર મુજીનું નામ સામે આવ્યુ છે જેની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલ આરોપી મોઈનખાન પોતે ડ્રગ્સનો બંધાણી હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સ પેડલર તરીકે લોકોને છુટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો. પોલીસને શંકા ન જાય તે માટે ખજૂરનો વેપાર કરતો હતો. એટલે કે ખજૂરના બહાને નશાનું વેચાણ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીના પિતા મુસ્તાકખાન પણ ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલ હતા. જેની 20 વર્ષ પહેલા પોલીસે ધરપકડ કરી હતી.

ડ્રગ્સના ગુનામાં પેડલર અને સપ્લાયર પોલીસના હાથે ઝડપાતા હોય છે. પરંતુ ડ્રગ્સ લેનાર અને તેના મુખ્ય આરોપી સુધી ક્યારેય પોલીસ પહોંચી શકતી નથી. માટે જ ડ્રગ્સના વેપલાને અટકાવવામાં સફળતા મળતી નથી અને તેથી જ ડ્રગ્સનો કાળો કારોબાર વર્ષોથી સતત ચાલી રહ્યો છે. ત્યારે જોવુ એ રહ્યું કે કારંજ પોલીસની તપાસ ક્યા સુધી પહોચે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news