VIDEO: ઐતિહાસિક જીત બાદ વિરાટે પોતાની સેનાને કરાવ્યો ડાન્સ
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની સેનાને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડાન્સ કરાવ્યો હતો.
Trending Photos
સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમે 72 વર્ષના લાંબા ઇંતજારને પૂરો કરતા ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતીને સોમવારે પોતાના ક્રિકેટ ઈતિહાસમાં સ્વર્ણિમ અધ્યાયને જોડ્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ખરાબ હવામાન અને વરસાદને કારણે ડ્રો રહી અને આ રીતે ભારત 2-1થી સિરીઝ પોતાના નામે કરવામાં સફળ રહ્યું હતું. આ સાથે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ પોતાની પાસે યથાવત રાખી છે. ભારતે 2017મા ઘરઆંગણે સિરીઝ 2-1થી જીતીને આ ટ્રોફી જીતી હતી.
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની સેનાને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડાન્સ કરાવ્યો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર વેબસાઇટ cricket.com.au એ ટીમ ઈન્ડિયાની જીત બાદ તેનો વીડિયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારતને સ્વતંત્રતા મળ્યાના થોડા દિવસ બાદ પ્રથમવાર 1947/48મા લાલા અમરનાથની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે તેનો સામનો સર ડોન બ્રેડમેનની અજેય ઓસ્ટ્રેલિયન ટીમ સામે હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતનો ટેસ્ટ સિરીઝ જીતવાનો ઇંતજાર વિરાટની ટીમે પૂરો કરી દીધો છે.
Cheteshwar Pujara: can bat, can't dance? 🤣🤣
Celebrations have well and truly begun for Team India! #AUSvIND pic.twitter.com/XUWwWPSNun
— cricket.com.au (@cricketcomau) January 7, 2019
ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ કહ્યું, સૌથી પહેલા હું તે કહેવા ઈચ્છું છું કે, મને આ ટીમનો ભાગ રહીને આટલો વધુ ગર્વ નથી થયો જેટલો અત્યારે આ સમયે થઈ રહ્યો છે. અમે એક સંસ્કૃતિ વિકસિત કરી. અમારા પરિવર્તનની શરૂઆત અહીંથી થઈ હતી જ્યાં મેં આગેવાની સંભાળી હતી અને મને વિશ્વાસ આવી રહ્યો નથી કે ચાર વર્ષ બાદ અમે અહીં સિરીઝ જીતવામાં સફળ રહ્યાં છીએ. હું માત્ર એક શબ્દ કહી શકું છું મને આ ટીમની આગેવાની કરીને ગર્વનો અનુભવ થાય છે. આ મારા માટે સન્માન છે. ખેલાડીઓના પ્રયાસથી જ કેપ્ટન સારો સાબિત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે