અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા, નીતિન પટેલે કર્યું સ્વાગત, રેશ્માએ કહ્યું બીજા 5 તૈયાર

કોંગ્રેસમાં વારેવારે જુથવાદનું ભુત ધુણ્યા કરે છે. હાલમાં જ આવી રહેલા સમાચારો અનુસાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાં બળવાનું રણશિંગુ ફુંકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અલ્પે્શ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચારો વહેતા થયા છે. જેનાં કારણે ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાઇ ગયું છે. જો કે આ અંગે અલ્પેશ દ્વારા હજી સુધી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી. 

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા, નીતિન પટેલે કર્યું સ્વાગત, રેશ્માએ કહ્યું બીજા 5 તૈયાર

અમદાવાદ : કોંગ્રેસમાં વારેવારે જુથવાદનું ભુત ધુણ્યા કરે છે. હાલમાં જ આવી રહેલા સમાચારો અનુસાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાં બળવાનું રણશિંગુ ફુંકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અલ્પે્શ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચારો વહેતા થયા છે. જેનાં કારણે ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાઇ ગયું છે. જો કે આ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી કે, હું પાર્ટીથી નારાજ નથી, રાહુલ ગાંધી પ્રત્યે મને સંપૂર્ણ વિશ્વાસ છે. સમયની રાહ જુઓ સમયમાં ઘણી તાકાત છે. 

ધવલસિંહે કહ્યું અલ્પેશ અમારા નેતા તે જે નિર્ણય લેશે તે અમને માન્ય
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સુત્રો કરી રહ્યા છે. બીજી તરફ બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બળવો કરતા કોંગ્રેસ સંગઠનમાં અલ્પેશ ઠાકોરને યોગ્ય સ્થાન નહી મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું કે, ન માત્ર અલ્પેશ ઠાકોર પરંતુ સમગ્ર ઠાકોર સેનાના કાર્યકરોને કોંગ્રેસ સંગઠનમાં યોગ્ય મહત્વન અને સ્થાન નથી મળી રહ્યા. જેથી અમારા નેતા અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસ છોડશે તો હું પણ કોંગ્રેસ છોડીશ. અલ્પેશ અમારા નેતા છે અને તે જે પણ નિર્ણય લે તે અમને માન્ય રહેશે. 

નીતિન પટેલે કહ્યું તમામ લોકો માટે દરવાજા ખુલ્લા
અત્રે ઉલ્લે્ખનીય છે કે, આ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભાજપનાં દરવાજા દરેક વ્યક્તિ માટે ખુલ્લા છે. ભાજપ એ નિર્મળ વહેતી ગંગા છે. તેમાં કોઇ પણ પણ જોડાઇ શકે છે. કોંગ્રેસનો પહેલાથી જ ઇતિહાસ રહ્યો છે કે તે ચોક્કસ લોકો અને ચોક્કસ પરિવાર સાથે જ ન્યાય કરી શકે છે અન્યો સાતે હંમેશા અન્યાય જ થાય છે. માટે જો અલ્પેશ ભાજપમાં જોડવા ઇચ્છે તો તેનું સ્વાગત છે. 

એકતા યાત્રા નામ જ ઘણુ કહી જાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપ દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે અલ્પેશ ઠાકોર દ્વારા તે જ નામથી અંબાજી ખાતે એકતા યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાં પગલે હવે આ એકતા યાત્રા ભાજપની વિરુદ્ધ છે કે કોંગ્રેસની વિરુદ્ધ તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ હાલ અલ્પેશ અને ધવલસિંહ ઝાલાનું વલણ અને યાત્રાનું નામ પણ ઘણુ સુચક છે. સાથે ભાજપનાં નેતાઓ તરફથી આવી રહેલી પ્રતિક્રિયા પણ ઘણુ કહી જાય છે. 

કોંગ્રેસમાં સબ સલામતનાં દાવા વચ્ચે વારંવાર બળવા અને મજબુત નેતૃત્વનો અભાવ
કોંગ્રેસમાં હાલ સબ સલામતનાં દાવા વચ્ચે એક પછી એક બળવાખોરો માથુ ઉચકતા જાય છે. બીજી તરફ મજબુત નેતૃત્વનાં અભાવે કોંગ્રેસમાં દરેક નેતાઓ પોત પોતાની રીતે ખાંડા ખખડાવી રહ્યા છે. હાલમાં જ અસંતુષ્ટોની બેઠક બાદ કોંગ્રેસી નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું હતું. જો કે આશ્ચર્યજનક રીતે અસંતોષી નેતાઓમાં પણ અલ્પે્શને બોલાવવામાં આવ્યો નહોતો. જેનાં કારણે ઓરમાયુ વર્તન થયું હોવાથી અલ્પેશ વધારે નારાજ થયો હોવાનું અલ્પે્શનાં નજીકનાં સુત્રો જણાવી રહ્યા છે. 

રેશ્મા પટેલે કહ્યું 5 કોંગ્રેસી ધારાસભ્યો મારા સંપર્કમાં
જો કે આ અંગે વહેતી ગંગામાં એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ કુદવા લાગ્યા છે. આ અંગે પાટીદાર અનામત આંદોલનથી માધ્યમોમાં આવેલ અને ભાજપમં જોડાઇ ચુકેલ રેશમા પટેલે જણાવ્યું કે, કોંગ્રેસનાં 5થી વધારે અસંતુષ્ટ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. કોંગ્રેસનું ગંદુ રાજકારણ હવે સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news