IND vs AUS: Adelaide Testમાં Team Indiaની શરમજનક હાર, 8 વિકેટથી જીત્યું ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ભારતની બીજી ઇનિંગ્સમાં કોઈ બેટ્સમેનને રમવા દીધું નહી અને તેણે માત્ર 8 રન આપી 5 વિકેટ ઝડપી પાડી હતી. તેણે આ મેચની પહેલી ઇનિંગ્સમાં 1 વિકેટ મેળવી હતી
Trending Photos
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે એડિલેડ ઓવલમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટથી માત આપી છે. ભારત હાલ સિરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના બોલર આગળ ભારતે ઘૂટણ ટેકવા પડ્યા, જેના કારણે આજે તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે.
હેઝલવુડની શાનદાર બોલિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ભારતની બીજી ઇનિંગ્સમાં કોઈ બેટ્સમેનને રમવા દીધું નહી અને તેણે માત્ર 8 રન આપી 5 વિકેટ ઝડપી પાડી હતી. તેણે આ મેચની પહેલી ઇનિંગ્સમાં 1 વિકેટ મેળવી હતી.
ભારતીય બેટ્સમેન નિષ્ફળ
ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગ્સમાં 244 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં ભારતીય શેર સંપૂર્ણ રીતે ઢેર થઈ ગયા. ભારતની આખી ટીમ 36 રન પર ઓલઆઉટ થઈ ગઇ. આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો ન્યૂનતમ સ્કોર છે.
કંગારૂઓ માટે સરળ લક્ષ્યાંક
હોસ્ટ ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 90 રનનો સરળ સ્કોર મળ્યો છે. જેમાં તેમણે 2 વિકેટ ગુમાવી સ્કોર પૂરો કર્યો અને આ ટેસ્ટ મેચ ત્રીજા દિવેસે જ પૂર્ણ થઈ ગઇ.
ટીમ ઇન્ડિયાના પ્લેઈન્ગ ઇલેવન: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), હનુમા વિહારી, ઋદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મો. શમી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાના પ્લેઈન્ગ ઇલેવન: જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, ટિન પેન, પૈટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લિયોન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે