સુશાંતને યાદ કરી ભરાઇ ગઇ Ankita Lokhande ની આંખો, કહ્યું- પવિત્ર નહી, અમર સંબંધ છે અમારો

વીડિયોમાં યલો સાડી પહેરી અંકિતા લોખંડે (Ankita Lokhande) સીરિયલ 'પવિત્ર રિશ્તા'ના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેના આ ટ્રિબ્યૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સુશાંતને યાદ કરી ભરાઇ ગઇ Ankita Lokhande ની આંખો, કહ્યું- પવિત્ર નહી, અમર સંબંધ છે અમારો

નવી દિલ્હી: 'ઝી રિશ્તે એવોર્ડ્સ  2020' (Zee Rishtey Awards 2020)માં અંકિતા લોખંડેએ ખૂબ સારો શાનદાર ડાન્સ પરફોમન્સ આપ્યું છે. વીડિયોમાં યલો સાડી પહેરી અંકિતા લોખંડે (Ankita Lokhande) સીરિયલ 'પવિત્ર રિશ્તા'ના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેના આ ટ્રિબ્યૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અંકિતા લોખંડેને અર્ચનાના રૂપમાં જોઇને ફેન્સને ફરી એકવાર માનવની યાદ આવી ગઇ છે. 

ડાન્સના દરમિયાન ભાવુક થઇ અંકિતા
અંકિતા લોખંડે સુશાંતને શ્રદ્ધાંજલિ આપી, આ દરમિયાન ભાવુક થયેલી અંકિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. સુશાંત સિંહ રાજપૂત વિશે અંકિતા લોખંડેએ કહ્યું કે 'પવિત્ર નહી, અમર સંબંધ છે અમારો. અમે બધા તમને મિસ કરીએ છીએ સુશાંત.' અંકિતાએ કહ્યું કે તેણે ક્યારેય આ પ્રકારની વાત કરવાની કલ્પના કરી ન હતી. 'પવિત્ર રિશ્તા (Pavitra Rishta)'માં દિવંગત એક્ટરની માનો રોલ કરનારી અનુભવી મરાઠી અને હિંદી ફિલ્મ એક્ટર ઉષા નાડકર્ણીએ કહ્યું કે તે હજુપણ સુશાંતને પોતાના પુત્રના રૂપમાં યાદ કરે છે. 

અંકિતાએ સુશાંતની યાદમાં કર્યો ડાન્સ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની નિધન બાદથી જ અંકિતા લોખંડે સતત એમના માટે ન્યાયની માંગ કરી રહી છે. અંકિતા સોશિયલ મીડિયા દ્વારા સુશાંત સાથે જોડાયેલી યાદો ફે ન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ અંકિતા લોખંડેએ દિવંગત એક્ટરની યાદમાં ડાન્સ કર્યો હતો. તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર પણ કર્યો હતો. 

14 જૂનના રોજ સુશાંતે કર્યું હતું સુસાઇડ
અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતએ 14 જૂનના રોજ ફાંસીએ લટકીને સુસાઇડ કરી લીધું હતું. સુશાંત અને અંકિતાની જોડીએ ટીવી પર 'પવિત્ર રિશ્તા' શો દ્રારા રાજ કર્યું હતું. બંનેની જોડીએ લોકોને સતત 6 લાખ સુધી એન્ટરટેન કર્યા અને લોકોના દિલમાં સ્થાન બનાવ્યું. આ દરમિયાન બંનેમાં પ્રેમ થયો અને તે લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news