INDvsAUS: ખરાબ હવામાનને કારણે ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 6/0

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલા શ્રેણીના ચોથા ટેસ્ટ મેચમાં ચોથા દિવસે વરસાદને કારણે રમત શરૂ થઈ શકી નથી. 
 

INDvsAUS: ખરાબ હવામાનને કારણે ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 6/0

સિડનીઃ   સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝની ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસ વરસાદ બાદ પ્રથમ સત્ર ધોવાયું હતું. લંચ બાદ ભારતીય બેટ્સમેનોએ શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 300 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે ભારતને 322 રનની લીડ મળી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું છે. ભારતીય ટીમ 3-1થી સિરીઝ જીતવાની નજીક પહોંચી ગઈ છે. પ્રથમ ઈનિંગમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી.  બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 4 ઓવરમાં 0 વિકેટે 6 રન બનાવ્યા હતા ત્યારબાદ ખરાબ હવામાનને કારણે રમત બંધ રહી હતી. સિડનીમાં વરસાદ અને હવામાન ખરાબ હોવાને કારણે ચોથા દિવસે રમત આગળ શક્ય ન બનતા અમ્પાયરોએ દિવસ પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. ચોથા દિવસે માત્ર 27.3 ઓવરની રમત શક્ય બની હતી. 

આ વચ્ચે વરસાદને કારણે મેચનું પ્રથમ સત્ર ધોવાઈ ગયું હતું. ગઈકાલે ત્રીજા દિવસે પણ વરસાદને કારણે 16.3 ઓવર ઓછી બોલિંગ થઈ હતી. 

— cricket.com.au (@cricketcomau) January 6, 2019

આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ખરાબ પ્રકાશને કારણે રમત બંધ શરૂ થઈ હતી, જે હજુ શરૂ થઈ નથી. ત્રીજા દિવસે જ્યારે ખરાબ હવામાન અને વરસાદને કારણે મેચ રોકવામાં આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટે 236 રન હતો. ક્રીઝ પર પીટર હૈંડ્સકોમ્બ અને પેટ કમિન્સ બેટિંગ કરી રહ્યાં હતા. ભારતે પ્રથમ ઈનિંગમાં સાત વિકેટ પર 622 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂજારાએ 193 અને રિષભ પંતે 159* રન ફટકાર્યા હતા. 

કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને ચોથા દિવસે શાનદાર બોલિંગ કરતા ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. ઓસ્ટ્રેલિયા જ્યારે છ વિકેટ પર 236 રન બનાવીને ફોલોઓન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે ત્રીજા દિવસે વરસાદ તેના બચાવમાં આવ્યો અને ત્યારબાદ મેચ શરૂ થઈ નથી. 

ભારત હજુ ઓસ્ટ્રેલિયા કરતા 386 રન આગળ છે. ભારતે પોતાનો પ્રથમ દાવ 7 વિકેટે 622ના સ્કોરે ડિકલેર કર્યો હતો. વરસાદને કારણે ત્રીજા દિવસે લગભગ 16 ઓવરની રમત બાકી રહી હતી. આ કારણે ચોથા દિવસે મેચ અડધો કલાક વહેલી શરૂ થવાની હતી પરંતુ વરસાદને કારણે થઈ શકી નથી. તેવામાં પાંચમાં દિવસે પણ મેચ 30 મિનિટ વહેલો શરૂ થશે. સોમવારે મેચ 4.30 કલાકે શરૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news