ભારે બરફવર્ષાથી ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાયું, દિલ્હીમાં ભર શિયાળે વરસાદ પડ્યો

ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષાના પગલે ઠંડી વધી રહી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાખંડના ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે.

ભારે બરફવર્ષાથી ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાયું, દિલ્હીમાં ભર શિયાળે વરસાદ પડ્યો

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષાના પગલે ઠંડી વધી રહી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાખંડના ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે. દિલ્હીમાં રવિવારે સવાર સવારે હવામાન બદલાયું અને વરસાદ થયો. દિલ્હી સહિત એનસીઆરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ વરસાદ થયો. તેનાથી ધુમ્મસમાં લોકોને રાહત મળી. દિલ્હીમાં રવિવારે સવારે તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું. 

ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા
ઉત્તરાખંડના ઊંચા પહાડી વિસ્તારોમાં શનિવારે તાજી બરફવર્ષા થઈ. મોટાભાગના મેદાની વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાયેલા હતાં. હવામાન વિભાગે જણાવ્યું કે રૂદ્રપ્રયાગના કેદારનાથ અને ચમોલી જિલ્લાના બદ્રીનાથમાં બરફવર્ષા થઈ. ઔલીમાં પણ સવારે અને બપોરે બરફવર્ષા થઈ. હવામાન ખાતા મુજબ આ બે પહાડી જિલ્લાઓના નીચલા વિસ્તારોમાં શીત લહેર ચાલી રહી છે. નંદાદેવી તથા વિશ્વ વિરાસત સ્થળ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, કેદારનાથ, કસ્તૂરી મૂર્ગ અભયારણ્યમાં પણ બરફ વર્ષા થઈ. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર ગાડીઓ પણ ઓછી જોવા મળી કારણ કે ઠંડીના કારણે મોટાભાગના લોકો ઘરમાં જ પૂરાઈ રહ્યાં હતાં. 

ઉત્તરાખંડમાં એલર્ટ જારી
હવામાન ખાતાએ ઉત્તરકાશી, ચમૌલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના દૂરદૂરના વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે બરફવર્ષાની ચેતવણી જારી કરી છે. દહેરાદૂન, ટિહરી, પૌડી, હરિદ્વાર, નૈનીતાલ અને ચંપાવતમાં પણ આગામી 36 કલાકોમાં ઓલાવૃષ્ટિ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

હિમાચલ પ્રદેશમાં બરફ પડ્યો
હિમાચલ પ્રદેશના અનેક ઉંચાઈવાળા વિસ્તારોમાં ફરી બરફવર્ષા થઈ છે. શનિવારે જણાવ્યું કે આદિવાસી જિલ્લા લાહૌલ અને સ્પીતિના પ્રશાસનિક કેન્દ્ર કેલાંગમાં 20 સેમી બરફવર્ષા રેકોર્ડ કરાઈ  છે. જ્યારે કિન્નોરમાં કલ્પાએ શુક્રવાર રાતે સાડા પાંચ વાગ્યાથી શનિવારે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં ચાર સેમી બરફવર્ષા રેકોર્ડ થઈ. કેલાંગ રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર બન્યો છે. જ્યાં તાપમાન શૂન્યથી સાત ડિગ્રી સેલ્સિયસ નીચે રેકોર્ડ થયું છે. 

બરફથી કાશ્મીર ઘાટી ઢંકાઈ
કાશ્મીરમાં થયેલી તાજી બરફવર્ષાના કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થયું છે. સડક પર ટ્રાફિક અને હવાઈ સેવાઓ બંધ થવાથી કાશ્મીરનો સંપર્ક દેશના અનેક ભાગોથી કટ થયો છે. હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે કાશ્મીરના મેદાની વિસ્તારોમાં અને પહાડી વિસ્તારોમાં મધ્યમથી ભારે બરફવર્ષા થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news