Asian Cup 2023 Qualifiers: આજે ભારત-અફઘાનિસ્તાન સામસામે: રોનાલ્ડો, મેસ્સી બાદ ભારતના આ ખેલાડી પર રહેશે નજર
IND vs AFG: ભારતીય ટીમ અત્યાર સુધી થયેલી મેચમાં અફઘાનિસ્તાન પર હંમેશાં હાવી રહી છે. ભારત અને અફધાનિસ્તાનની વચ્ચે અત્યાર સુધી 10 મેચ રમાઈ છે. તેમાંથી ભારતના ભાગમાં 6 જીત નોંધાઈ છે અને એક મેચ અફઘાનિસ્તાને જીતી છે. બાકી મેચ ડ્રો રહી છે.
Trending Photos
India vs Afghanistan in Asian Cup 2023 Qualifiers: એશિયન કપ 2023ની ફાઈનલ ક્વોલિફાઇંગ રાઉન્ડના મુકાબલામાં આજે ભારત અને અફઘાનિસ્તાન સામસામે ટકરાશે. આ મેચમાં ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રી પાસેથી ખાસ અપેક્ષાઓ છે. આ રાઉન્ડની પ્રથમ મેચમાં તેણે કંબોડિયા વિરુદ્ધ બે ગોલ કરીને ભારતને વિજય અપાવ્યો હતો.
એશિયન કપ 2023ની ફાઈનલ ક્વોલિફાઈંગ રાઉન્ડની ગ્રુપ-ડી મેચમાં હાલ ભારતીય ટીમ ટોચ પર છે. જ્યારે, અફઘાનિસ્તાનની ટીમ હોંગકોંગ સામે મેચ હાર્યા બાદ ત્રીજા નંબર પર છે. આ મેચમાં ભારતના લિસ્ટન કોલાકો, મનવીર સિંહ, ઉદંતા સિંહ, આશિક કુરુનિયન અને રોશન સિંહ જેવા ખેલાડીઓ પોતાની ફિનિશિંગ ક્ષમતા સુધારવાની તક મળશે. આ તમામ ખેલાડીઓને તાજેતરમાં પૂરતી તકો મળી હતી, પરંતુ તેઓ ગોલ કરવામાં સફળ રહ્યા ન હતા. ડિફેન્સમાં રોશન સિંહ, સંદેશ ઝિંગન, અનવર અલી અને આકાશ મિશ્રાનું ભારતીય ડિફેન્સ સારું પ્રદર્શન કરી રહ્યું છે. કંબોડિયા સામે ભારતનું ડિફેન્સ શાનદાર હતું.
— Indian Football Team (@IndianFootball) June 10, 2022
ભારત- અફઘાનિસ્તાન હેડ ટૂ હેડ
ભારતીય ટીમ અત્યાર સુધી થયેલી મેચમાં અફઘાનિસ્તાન પર હંમેશાં હાવી રહી છે. ભારત અને અફધાનિસ્તાનની વચ્ચે અત્યાર સુધી 10 મેચ રમાઈ છે. તેમાંથી ભારતના ભાગમાં 6 જીત નોંધાઈ છે અને એક મેચ અફઘાનિસ્તાને જીતી છે. બાકી મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમે છેલ્લી વખત અફઘાનિસ્તાનને સેફ ચેમ્પિયનશિપમાં જાન્યુઆરી 2016માં હરાવ્યું હતું.
સુનીલ ક્ષેત્રી સૌથી વધુ ગોલ કરવાના મામલે ત્રીજા નંબરે
સુનીલ છેત્રીએ 127 આંતરરાષ્ટ્રીય મેચમાં 82 ગોલ કર્યા છે. તે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ સાથે ફૂટબોલરોમાં ત્રીજા સ્થાને છે. પોર્ટુગલનો દિગ્ગજ સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર વન પર છે. રોનાલ્ડોએ અત્યાર સુધીમાં 117 ગોલ કર્યા છે. સાથે જ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સી બીજા નંબર પર છે. મેસ્સીએ 86 ગોલ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે