મેલબોર્ન ટેસ્ટ પહેલા કોહલીનું નિવેદન, વિવાદ નહીં બસ રમત પર ધ્યાન

પર્થ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટિમ પેન વચ્ચે ખુબ વિવાદ થયો હતો. પરંતુ હવે કોહલીનું કહેવું છે કે તે મેલબોર્નમાં પેન સાથે વિવાદમાં ફસાવા ઈચ્છતો નથી. 
 

મેલબોર્ન ટેસ્ટ પહેલા કોહલીનું નિવેદન, વિવાદ નહીં બસ રમત પર ધ્યાન

મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન વચ્ચે પર્થ ટેસ્ટમાં ઘણી ચર્ચા થઈ હતી. બંન્ને ખેલાડી મેચના ત્રીજા અને ચોથા દિવસે એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા હતા. પરંતુ કોહલીએ કહ્યું કે, તે મેલબોર્ન ટેસ્ટમાં પેનની સાથે કોઈપણ પ્રકારનો વિવાદ ઈચ્છતો નથી. 

પહેલા જે થયું તેનો ભવિષ્યમાં કોઈ મતલબ નથીઃ કોહલી
કોહલીએ કહ્યું, એક ટીમ તરીકે તમે 2-0થી આગળ હોવ કે 1-0થી પાછળ. પહેલા જે થયું તેનું ભવિષ્યના સંદર્ભમાં કોઈ મહત્વન નથી. કોહલીએ કહ્યું કે, તો અમારે હજુ સુધી વાત કરવી જોઈએ. અમારે સતત સારૂ ક્રિકેટ રમવાનું છે અને પરિસ્થિતિઓને ખુદ પર હાવી થવા દેવી નથી. 

કોહલી બોલ્યો, બંન્ને ટીમોમાં છે જનૂન
કોહલીએ સોમવારે ટીમની જાહેરાત પહેલા પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, ટીમનો પ્રયત્ન સતત સારૂ ક્રિકેટ રમવાનો છે. તેણે કહ્યું કે, જ્યાં સુધી મર્યાદાની અંદર હોય તો તેમાં કશું ખોટુ નથી. તેણે કહ્યું, બંન્ને ટીમોમાં જનૂન છે. બંન્ને ટીમો જીતવા ઈચ્છે છે. મેદાન પર આવી વસ્તુ થતી રહેતી હોય છે. જ્યાં સુધી લાઇન ક્રોસ ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. તેણે કહ્યું, મને લાગે છે કે, જે થયું તેને ટિમ પેન સારી રીતે સમજે છે. અમે કારણ વગર કોઈ વિવાદમાં ફસાવા માંગતા નથી. અમે અમારી ટીમનું સારી રીતે નેતૃત્વ કરવા ઈચ્છીએ છીએ. અમે બંન્ને સારૂ ક્રિકેટ રમવા ઈચ્છીએ છીએ. દર્શકો પણ આ જોવાનું પસંદ કરે છે.

મેલબોર્ન ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર
ભારતે બુધવારે મેલબોર્નમાં શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજા મેચ માટે પોતાના બંન્ને ઓપનિંગ બેટ્સમેનોને બહાર કરી દીધા છે. લોકેશ રાહુલ અને મુરલી વિજયની સાથે ઉમેશ યાદવને અંતિમ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આ ત્રણ સ્થાનો પર મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા અને રોહિતને સ્થાન આપવામાં આવ્યું છે. 

ઓસ્ટ્રેલિયન ટીમમાં એક ફેરફાર
પર્થ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. કાંગારૂ ટીમે ઓલરાઉન્ડર મિશેલ માર્શને બોલાવ્યો છે. તેને પીટર હેંડ્સકોમ્બના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે છેલ્લી ચાર ઈનિંગમાં 68 રન બનાવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news