Pakistan Team: વર્લ્ડકપ માટે પાકિસ્તાનને ન મળ્યા ભારતના વિઝા, ગુસ્સામાં આપી મોટી ધમકી

T20 World Cup 2022: પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને ભારતમાં રમાનાર બ્લાઇન્ડ ટી20 વિશ્વકપના વિઝા મળ્યા નથી. તેનાથી પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે અને તેણે ભારતને ધમકી આપી છે. 

Pakistan Team: વર્લ્ડકપ માટે પાકિસ્તાનને ન મળ્યા ભારતના વિઝા, ગુસ્સામાં આપી મોટી ધમકી

નવી દિલ્હીઃ Pakistan Blind Cricket Team: પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને વર્તમાન બ્લાઇન્ડ ક્રિકેટ ટી20 વિશ્વકપ માટે ભારતના વિઝા મળ્યા નથી. પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ પરિષદ  (PBCC) એ મંગળવારે નિવેદન જાહેર કરી દાવો કર્યો કે ટીમને ભારતીય વિદેશ મંત્રાલયથી મંજૂરી મળી નથી. 

પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે આપ્યું નિવેદન
પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું- આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ અધરમાં લટકી ગઈ. તેની સંપૂર્ણ સંભાવના હતી કે વર્તમાન વિશ્વકપની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય અને વર્તમાન ફોર્મને જોતા પાકિસ્તાનના ટાઇટલ જીતવાની પ્રબળ સંભાવના હતી.

ગુસ્સામાં કહી આ વાત
પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે આગળ કહ્યું- આ ભેદભાવપૂર્ણ કાર્યવાહી માટે વિશ્વ બ્લાઇન્ડ ક્રિકેટે ગંભીર પરિણામ ભોગવવા પડશે, કારણ કે અમે વિશ્વ બ્લાઇન્ડ ક્રિકેટ પાસે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરીશું જેશી ભારતને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની યજમાની ન મળે. પાકિસ્તાન પાછલા વર્ષે ટી20 વિશ્વકપમાં બીજા સ્થાને રહ્યું હતું. 

Pakistan was a serious contender to win the World Cup. Really disappointing for our boys who prepared tirelessly for this World Cup. 💔 pic.twitter.com/28gGcMSMEZ

— Pakistan Blind Cricket Council (PBCC) (@pbcc_official) December 6, 2022

17 ડિસેમ્બરે રમાશે ફાઇનલ
આ ટૂર્નામેન્ટ ભારતમાં પાંચ ડિસેમ્બરથી શરૂ થઈ અને તેની ફાઇનલ 17 ડિસેમ્બરે રમાશે. પીબીસીસીએ કહ્યું- ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ સંઘે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવા માટે પોતાની સરકારને વિનંતી કરી હતી, પરંતુ કોઈને વાત સાંભળવામાં આવી નથી. 

ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ સંઘ (CABI) એ પુષ્ટિ કરી છે કા પાકિસ્તાન સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું નથી અને ટૂર્નામેન્ટનો કાર્યક્રમ ફરીથી જાહેર કરવામાં આવશે. ભારતીય સંઘે કહ્યું- સીએબીઆઈ દ્વારા તેની વિઝા અરજી પર દરેક સંભવ પ્રયાસ કરવા છતાં પાકિસ્તાનની ટીમ વર્તમાન બ્લાઇન્ડ ટી20 વિશ્વકપમાં ભાગ લઈ શકશે નહીં. 

12 ટીમો લેશે ભાગ
હવે આ 12 દિવસીય ટૂર્નામેન્ટમાં ભારત, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, નેપાળ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભાગ લેશે. મેચ ફરીદાબાદ, દિલ્હી, મુંબઈ, ઈન્દોર અને બેંગલુરૂમાં રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news