Womens T20 World Cup: ભારત પહેલીવાર ફાઈનલમાં, ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી આઉટ
ઓસ્ટ્રેલિયાના સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી સેમીફાઈનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી સેમીફાઈનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.
આજે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ ક રવી પડી. આ સાથે જ ટીમ ઈન્ડિયાને પોતાના ગ્રુપના પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહેવાનો જોરદાર ફાયદો થયો અને સીધી ફાઈનલની ટિકિટ મળી ગઈ.
અત્રે જણાવવાનું કે આઈસીસીના નિયમો મુજબ મેચમાં નિર્ણય માટે 10-1- ઓવરની મેચ રમાય તે જરૂરી હતી. પરંતુ વરસાદ અટકવાના કોઈ એંધાણ ન દેખાતા આઈસીસીએ સેમીફાઈનલ મેચ રદ કરી દીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી તે જાહેરાત પણ કરી દીધી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તે ભલામણ પણ ફગાવી હતી કે જેમા તેણે મહિલા ટી-20 વિશ્વ કપમાં સેમીફાઈનલ માટે રિઝર્વ ડે રાખવાની વાત કરી હતી. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગુરુવારે બે સેમીફાઈનલ મેચ રમાવાની હતી. પહેલી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થવાનો હતો. જ્યારે બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
જુઓ LIVE TV
રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
ગુરુવારે પહેલી સેમીફાઈનલ રમાય તે અગાઉ જ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વરસાદ પડ્યો પણ ખરા. જો વરસાદ ચાલુ જ રહેશે તો બીજી સેમીફાઈનલ પણ રદ થઈ શકે છે. અને આ સંજોગોમાં ઈંગ્લેન્ડની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ બહાર થઈ જશે. આવામાં પોત પોતાના ગ્રુપમાં ટોપ પર રહેનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે ફાઈનલ રમાઈ શકે છે.
ભારતીય ટીમ ગ્રુપ એમાં પોતાની ચારેય મેચો જીતીને 8 અંકો સાથે ટોપ પર રહી સેમીફાઈનલમાં પહોંચી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે