India vs Australia: પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા playing XI ની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન, કોનું પત્તું કપાયું?
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવન (India XI for 1st test) ની જાહેરાત કરી દેવાઈ છે. પહેલી ટેસ્ટમાં શુભમન ગીલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓને પ્લેઈંગ XI માં જગ્યા મળી નથી.
Trending Photos
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવન (India XI for 1st test) ની જાહેરાત કરી દેવાઈ છે. પહેલી ટેસ્ટમાં શુભમન ગીલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓને પ્લેઈંગ XI માં જગ્યા મળી નથી. ઓપનર તરીકે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને તક મળી છે. આ બાજુ અશ્વિન અને સાહા પણ પહેલી ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, અને મહમ્મદ શમી ઝડપી બોલિંગનું આક્રમણ સંભાળશે. 17 ડિસેમ્બરથી શરૂ થનારી આ પહેલી ટેસ્ટ મેચ ડે-નાઈટ (Day Night Test)હશે. અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ બીજી અભ્યાસ મેચમાં ઋષભ પંતે સદી ફટકારી હતી પરંતુ આમ છતાં તેને પ્લઈંગ ઈલેવનમાં તક મળી નથી. હનુમા વિહારીએ પણ અભ્યાસ મેચમાં સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયા વિદેશની ધરતી પર પહેલીવાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ અગાઉ ભારતે 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતામાં પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી જે એક ઈનિંગ અને 46 રનથી ભારતીય ટીમ જીતી હતી.
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ XI
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન) હનુમા વિહારી, વૃદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
UPDATE🚨: Here’s #TeamIndia’s playing XI for the first Border-Gavaskar Test against Australia starting tomorrow in Adelaide. #AUSvIND pic.twitter.com/WbVRWrhqwi
— BCCI (@BCCI) December 16, 2020
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચ રમશે. પહેલી ટેસ્ટ મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી ભારત પાછા ફરશે. કોહલી પોતાના પહેલા બાળકના જન્મ થવાના કારણસર ભારત પાછો આવશે. સિરીઝની બાકી ત્રણ મેચોમાં અજિંક્ય રહાણે કેપ્ટનશીપ સંભાળશે. જ્યારે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા માટે ઉડાણ ભરી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ રોહિતે 14 દિવસ સુધી ક્વોરન્ટિન રહેવું પડશે. ભારતના હિટ મેન રોહિત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી બે મેચમાં ભારતનો હિસ્સો બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે