આઝાદીના પાંચ વર્ષ પછી ભારતે જીતી પ્રથમ ટેસ્ટ મેચ, પાકિસ્તાન સામે જીત્યા હતા પહેલી સીરીઝ

1932થી ટેસ્ટ મેચ રમી રહેલી ભારતય ટીમને તેમની પહેલી જીત માટે 20 વર્ષ સુઘી રાહ જોવી પડી. જીતનો દોર શરૂ થતા જ ક્રિકેટ દેશની સૌથી લોકપ્રિય રમત બની ગઇ હતી

આઝાદીના પાંચ વર્ષ પછી ભારતે જીતી પ્રથમ ટેસ્ટ મેચ, પાકિસ્તાન સામે જીત્યા હતા પહેલી સીરીઝ

નવી દિલ્હી: ભારત જ્યારે આઝદ થયુ ત્યારે આપણે હોકીના બેતાજ બાદશાહ હતા. ફૂટબોલમાં પણ સારુ રમી રહ્યા હતા. પરંતુ ક્રિકેટમાં જ માત્ર હાર મળી રહી હતી. 1932થી ટેસ્ટ મેચ રમી રહેલી ભારતય ટીમને તેમની પહેલી જીત માટે 20 વર્ષ સુઘી રાહ જોવી પડી. જીતનો દોર શરૂ થતા જ ક્રિકેટ દેશની સૌથી લોકપ્રિય રમત બની ગઇ હતી. આજે ભારત દુનિયાની નં.1 ટેસ્ટ ટીમ છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દુનિયાનું સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડ છે. આઝાદીથી અત્યાર સુધીની ભારતીય ક્રિકટની સફર....

પહેલી મેચ ડૉન બ્રેડમેનની ટીમ સાથે
ભારત જ્યારે આઝાદ થયુ ત્યારે ક્રિકેટ જગતમાં ડૉન બ્રેડમેનની ટીમ ખુબ ચર્ચામાં હતી. દુનિયાનો દરેક બોલર તેમનાથી ડરતો હતો. સંજોગોવંશ ભારતની આઝદ ક્રિકેટ ટીમની પ્રથમ મેચ 1947માં બ્રેડમેનની ટીમ સાથે હતી. તે સમયે ટીમ ઇન્ડીયાના કેપ્ટન લાલા અમરનાથ હતા. ભારતીય ટીમ નવેમ્બરમાં ઓટ્રેલીટાની ટૂર પર ગઇ હતી. પ્રથમ મેચ બ્રિસ્બેનમાં રમાઇ હતી. આસ્ટ્રેલીયાની ટીમે 8 વિકેટ પર 382 રન બનાવ્યા હતા જ્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 58 અને બીજી ઇનિંગમાં 98 રન પર ઓલાઉટ થઇ ગઇ હતી. પ્રથમ ટેસ્ટ મેચ ભારત 226 રને હારી ગયું હતું. તે સમયે ભારત 0-4થી સીરીઝ હાર્યું હતું. એક વર્ષ પછી વેસ્ટઇન્ડિજ સામે 1-0ની સીરીઝથી ભારત હારી ગયું હતું.

25મી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે મળી પહેલી જીત
ભારત આઝાદીથી 1950 સુધીમાં 20 ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ જીતની હજી રાહ જોવાઇ રહી હતી. જાન્યુઆરી 1951માં ઇંગ્લેન્ડની ટીમ ભારત આવી હતી. પાચ મેચની આ સીરીઝમાં ભારતે છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું હતું. તે ભારતીની 25મી ટેસ્ટ અને પહેલી ઇન્ટરનેશનલ જીત હતી. જે ભારતે ડ્રો કરાવી હતી. ભારતમાં રમાઇ રહેલી 5 મેચની આ સીરીઝમાં બન્ને ટીમે 1-1 મેચ જીતી હતી.

ડિસેમ્બર-1952માં પાકિસ્તાન સામે જીત્યા હતા પ્રથમ સીરીઝ
ભારતે 1932થી 52 વચ્ચે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા અને વિન્ડીજ સામે કુલ 8 સીરીઝ રમી હતી. આ બધી મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો  હતો. હારનો આ દોર ત્યારે બંધ થયો જ્યારે પાકિસ્તાન ભારતની ટૂર પર આવી હતી. નવેમ્બર-ડિસેમ્બર-1952માં રમાઇ રહેલી આ સીરીઝમાં ભારતે લાલા અમરનાથની કેપ્ટનસીપમાં પાકિસ્તાનને બે મેચથી હરાવ્યું હતું. જોક, તે દરમિયાન એક મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારત 2-1થી સીરીઝ જીતી હતી.

1967માં વિદેશમાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીત્યા
ભારતે 1966 સુધીમાં 104 ટેસ્ટ મેચ રમી ચુક્યા હતા. પરુંતુ વિદેશમાં જીતની રાહ જોવાઇ રહી હતી. મંસુર અલી ખાન પટોડીની કેપ્ટનસીપમાં 1967માં ન્યુઝીલેન્ડ સામે પહેલી મેચ જીત્યા હતા. આ વિદેશમાં ભારતની પહેલી જીત હતી. ભારતીય ટીમે ત્યારબાદ વધુ બે મેચ જીત્યા હતા. એક મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. જ્યારે સીરીઝ 1-0થી ભારતના નામે થઇ હતી.

1983માં વર્લ્ડ ચેમ્પિયન બનવાના કારણે બદલાઇ તસવીર
ભારત 1983માં વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું. કપિલ દેવની કેપ્ટનસીપમાં ભારતે ફાઇનલમાં બે વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી વેસ્ટઇન્ડિઝની ટીમને હરાવી હતી. જે કેપ ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા જીતી શક્યા ન હતા, તે ભારત પાસે હતો. હોકીમાં હારથી નિરાશ ભારતીયોને ક્રિકેટમાં જીતથી તે જ ગર્વ અનુભવી રહ્યા હતા, જે હોકીમાં ઓલમ્પિક ગોલ્ડ જીતવા પર થતી હતી. ત્યારબાદ ક્રિકેટ દેશના ગામે ગામમાં છવાઇ ગઇ હતી. 1987માં ભારતે વર્લ્ડ કપ જીતી આ રમતને ઘરે-ઘરે પહોંચાડી હતી.

1996માં વર્લ્ડ કપનું આયોજન કરી દુનિયામાં છવાયું BCCI
ભારત જ્યારે 1983માં વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે BCCI પાસે તેના ખેલાડીઓને પૈસા આપવા માટેના પૈસા પણ ન હતા. તેમને ખેલાડીઓને ઇનામની રાશી આપવા માટે લતા મંગેશકર પાસે એક કોન્સર્ટમાં ગીત ગવડાવવું પડ્યું હતું. જ્યારે તેના 13 વર્ષ પછી બીસીસીઆઇ દુનિયામાં ક્રિકેટ જગતમાં તાકતવર બોર્ડ બની ગયુ હતું. 1996માં ભારત, પાકિસ્તાન, અને શ્રીલંકાએ વર્લ્ડ કપની તૈયારી કરી હતી. આ ટૂર્નામેન્ચના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ 14 મિલિયન ડૉલરમાં વેચાયા હતા. જેની 70 ટકા જેટલી રમક ભારતીય બોર્ડ પાસે આવી હતી. ક્રિકેટમાં કોમર્સિયલાઇજેશનની શરૂઆત ત્યારથી જ માનવામાં આવી રહી છે.

2009માં પ્રથમ વખત આઇસીસી રેન્કિંગના ટોપ પર પહોંચ્યું ભારત
આઇસીસીએ 2002માં ટીમોની રેન્કિંગની શરૂઆત કરી હતી. શરૂઆતના વર્ષોમાં ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકાએ પકડ જમાવી હતી. ભારતને આઇસીસી રેન્કિંગના ટોપ પર પહોંચવા માટે સાત વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ત્યારે પહેલી વખત 2009માં ટેસ્ટમાં નંબર-1 બન્યા હતા. તેના બે વર્ષ પછી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસીમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. ધોની વર્લ્ડ કપ જીતનાર કપિલ પછીના બીજા કેપ્ટન બન્યો હતો. ધોનીની ટીમ તેના બે વર્ષ પછી 2013માં વન-ડે રેન્કિંગમાં ટોપ પર પણ પહોંચી હતી.

ભારત આજે પણ ટેસ્ટમાં નંબર-1 છે, વન-ડે અને ટી20માં બીજા નંબર પર
હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમી રહી છે. તેઓ શરૂઆતની બે ટેસ્ટ હારી ગયા છે, તો પણ ટેસ્ટ રેન્કિંગમાં નં.-1 પર છે. વન્ડે અને ટી20 રેન્કિંગમાં ભારત બીજા નંબર પર છે. ખેલાજીઓની વાત કરીએ તો વિરાટ કોહલી વન્ડેમાં નંબર-1 અને ટેસ્ટમાં નંબર-2 બેટ્સમેન છે. લોકેશ રાહુલ ટી20માં તીજા નંબર પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news